તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ સાથે રહો, ન્યાય માટે રાહુલ પાસે હું લઇ જઇશ: જગદીશ ઠાકોર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ:ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ડખા સર્જાયા છે ત્યારે અચાનક પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ ધરી દીધુ હતુ. જેના પગલે પાટણ જિલ્લાના કાર્યક્રરોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જગદીશ ઠાકોરે શનિવારે પાટણની મુલાકાત લઇને તાલુકા- જિલ્લાના કાર્યક્રરો હોદ્દેદારો સાથે મિટિંગ યોજી તેઓ કોંગ્રેસમાંજ રહેવાના છે પણ ખોટી પ્રવૃત્તિઓ કરતાં માણસો સામે મારો વિરોધ છે. તમે પક્ષમાં જ રહો. હા, તમને અન્યાય થશે તો રાહુલ ગાંધી પાસે લઇ જવાની મારી જવાબદારી અદા કરીશ તેવો વિશ્વાસ આપ્યો હતો.
પાટણના જૂના સરકીટ હાઉસ ખાતે પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ હતી. તેઓએ જિલ્લાના 200થી વધુ સમર્થકોને જણાવ્યું હતું કે તેમનું રાજીનામું આપવાનું કારણ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં નેતૃત્વ કરનારાઓને પક્ષ સાચવે નહી, ભાજપ સાથે ઘરોબો રાખી કોંગ્રેસને નુકસાન કરતા હોય તેવા વ્યક્તિઓ સાથે જંગ ચાલે છે. પાર્ટીદાર ફેકટરને લઇ પક્ષે વિચારવાનું છે અને વ્યસન મુક્તિ અભિયાન કરીને ઠાકોર સમાજના યુવાનોએ સારૂ બળ ઉભું કર્યુ છે તેમની સાથે રહેવા વાત કરી હતી.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો