તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિધ્ધપુરના કુંવારાની ઘોડીએ મહારાષ્ટ્રમાં મેદાન માર્યુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિધ્ધપુર: સિધ્ધપુર તાલુકાના કુંવારા ગામની ઘોડી તોરલે મહારાષ્ટ્રમાં યોજાયેલ અશ્વદોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ટ્રોફી અને 51 હજાર રૂપિયા ઇનામ પ્રાપ્ત કયુ હતું.
 સિધ્ધપુર તાલુકાના  કુંવારા ગામના મેપાજી ડી. દરબારની તોરલ ઘોડીની  એક પછી એક  રેસમાં વિજય મેળવતી રહી  છે. છેલ્લી સાત સ્પર્ધાઓમાં તેણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ઼ હોવાનું અશ્વ ફાર્મના માલિક મેપાજીએ જણાવ્યુ હતુ.
 
મહારાષ્ટ્રના નાશિક પાસેના એવોલા ગામે દર વર્ષે ઘોડાની રેસનું આયોજન થાય છે. જેમાં  મુંબઇ, નેરલ, માથેરાન, પરલી વૈજનાથ, નાંદેડ, માલેગાંવ, નાશિક, ઔરંગાબાદ, સુરત માંથી ગુજરાતનાં કચ્છ,ભુજ, પોરબંદર, અમદાવાદ, સુરત માંથી લગભગ 200 અશ્વોએ  8 માર્ચને બુધવારના રોજ દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સિધ્ધપુર તાલુકામાં કુંવારા ગામની તોરલ ઘોડીએ  પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં  ટ્રોફી , રૂ.51 હજાર રોકડ ઇનામ  તેમજ રૂ.25000 બક્ષીસ મળી હતી. તોરલ ઘોડીએ આ અગાઉ ભાભર ખાતેની સ્પર્ધા , ઇન્ડોપાક સ્પર્ધા નડાબેટ , ખેરાલુના લાલાવાડની સ્પર્ધા તેમજ વડનગરના  ભાલકમાં યોજાયેલ સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો