તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ: શેરપુરામાં પિતરાઇએ સગીરા ઉપર દુષ્કર્મ બાદ ધમકી આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: પાટણ તાલુકાના શેરપુરા ગામમાં સગીરા ત્રણ મહિના અગાઉ તેના કાકાના ઘરે ઘરકામમાં મદદ કરાવવા માટે ગઈ હતી. તે વખતે તેણીને તેના કાકાના દીકરાએ શારીરિક અડપલાં કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેણીએ આ મામલામાં પાટણ તાલુકા પોલીસ મથકમાં તેના કાકા-કાકી અને તેનાં પિતરાઇ ભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.
- કાકા-કાકીને જાણ કરતાં કોઇને કહીશ તો સળગાવી મારવાની ધમકી આપી

નરોડ તાલુકાના નાના ચિલોડા ગામે રહેતા એક દેવીપૂજક પરિવારે તેમની 14 વર્ષિય સગીર બાળકીને ઘરકામમાં મદદ કરાવવા માટે પાટણ તાલુકાનાં શેરપુરા ગામે તેનાં કાકાના ઘરે મોકલી હતી. તે વખતે તેણીને તેના કાકાનાં દીકરાએ અવાર-નવાર શારીરિક અડપલાં કર્યા હતાં. અને તેણીને મારીનાખવાની ધમકી આપીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યુ હતું. આ બાબતે સગીરાએ તેનાં કાકા-કાકીને જાણ કરતાં તેમણે પણ તેણીને આ વાત કોઇને કહીશ તો સળગાવી મારી નાખવાની ધમકી આપી હતી. સગીરાએ આ અંગેની પાટણ તાલુકા પોલીસ મથકે શેરપુરા ગામનાં તેના પિતરાઇ ભાઇ અને કાકા પુનમભાઇ નાથાભાઇ પટ્ટણી અને કાકી ગીતાબેન પુનમભાઇ પટ્ટણી સામે પોલીસમાં ફરિયાદ નોંધવી હતી.

ભોગ બનનારનું ધારપુર સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ચેકપ કરાયું
તપાસ અધિકારી પી.એસ.આઇ. એમ.એમ.સોલંકીએ જણાવ્યું હતું કે શેરપુરા ગામે આરોપીઓનાં ઘરે તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેઓ ઘરે તાળુ મારીને નાશી ગયાં છે. સગીરાનું ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. તપાસ બાદ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...