રાધનપુર પાલિકાના સીઓ 1 મહિનો રજા પર જતાં 14 કરોડના કામો ઠપ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર: રાધનપુર પાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળીની હિંમતનગર ખાતે બદલી થયા બાદ ત્યાંના ચીફ ઓફિસર પ્રણવ પારેખને અહીં મૂકવામાં આવ્યા હતા. પરંતુ બે- ચાર દિવસ હાજરી આપ્યા બાદ   ગત તા. 28 ફેબ્રુઆરીથી તેઓ બિમારીના બહાને રજા પર ઉતરી જતાં વિકાસ અહીં કામો અટવાઇ પડ્યા છે. ફોન કરવામાં આવે ત્યારે બે- ચાર દિવસમાં આવુ છું એવો જવાબ મળે છે પણ આવતા નથી અને હાલે 14  કરોડ રૂપિયાના વિકાસ કાર્યો ઠપ્પ થઇ ગયા છે. જેમાં 4  કરોડના કામોમાં તો માત્ર વર્ક ઓર્ડર જ આપવાના છે.
 
પાલિકામાં હાલમાં 26 સદસ્યો પૈકી 6 સદસ્યો ભાજપના નિશાન ઉપર જયારે 19 સદસ્યો કોંગ્રેસના પંજા ઉપર ચુંટાયા બાદ સદસ્યો વચ્ચે આંતરિક વિખવાદ થતા બે ગૃપ વારાફરથી ભાજપમાં આવી ગયા. ત્યારથી ભાજપની પણ દશા બગડી છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ હોવા છતા નાગરિકો ઉબડ ખાબડ રસ્તાઓ અને અન્ય સગવડો વિના ત્રાહિમામ પોકારી ગયા છે. નગરપતિ જુગલદાસ ગરોએ  જણાવ્યું કે  ચીફ ઓફિસર રજા ઉપરજતાં  ચાર કરોડના કામોને વર્ક ઓર્ડર અટકી પડ્યા છે. 
 
કોન્ટ્રાકટરોએ કામ કર્યાના પેમેન્ટ ચૂકવવાના બાકી છે.ચીફ ઓફિસર આર્યુર્વેદિક દવાઓ લેતા હોવાથી બિમારીમાં રિકવરી જલ્દી આવતી ના હોવાનું જણાવે છે . હવે અહીં નવા કાયમી ચીફ ઓફીસર મૂકવા જોઇએ.

વેરા વસુલાત કામગીરી ખોરંભે
પાલિકાના ટેક્ષ સુપરવાઇઝર પ્રકાશભાઇ ગોસ્વામીના જણાવ્યા મુજબ  નોટબંધીને કારણે પચાસ લાખ રૂપિયા વસુલ આવતાં  કુલ રૂ. 1,63 કરોડની વેરા વસલાત  થઇ છે. દોઢ કરોડ બાકી છે. ચીફ ઓફિસર ન હોઇ માર્ચ એન્ડીંગમાં મિલ્કતોને સીલ મારવા સહિતની કડક કાર્યવાહી થઇ શકી નથી.

વિખવાદથી બચવા રજા પર
પાલિકાના વિરોધપક્ષના નેતા રમેશભાઇ ગોકલાણીએ કોર્પોરેટરોના વિખવાદથી બચવા ચીફ ઓફિસર નારાજ થઇ રજા ઉપર ગયા હોવાની આશંકા વ્યકત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...