તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુર બેઠકમાં અલ્પેશ ઠાકોર સામે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા લવિંગજી ઠાકોરને ઉતાર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુર: રાધનપુર વિધાનસભા બેઠક ઉપર આજે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે પહેલા ભાજપના લવિંગજી મૂળજીજી સોલંકી (ઠાકોર)એ અને ત્યારબાદ કોંગ્રેસમાંથી અલ્પેશજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા તમામ અટકણો ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. 


કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત ના થતાં કોંગ્રેસના કાર્યકરો બપોરે બાર વાગ્યા સુધી અવઢવમાં મુકાયેલા જોવા મળ્યા હતા. છેવટે રઘુભાઇ દેસાઈનું નામ ચાણસ્મા બેઠક માટે અને અલ્પેશજી ઠાકોરનું નામ રાધનપુર બેઠક માટે નક્કી થઇ જતા કાર્યકરોમાં હાશકારો થવા પામ્યો હતો અને અલ્પેશજી ઠાકોર ઉમેદવારી પત્ર ભરવા માટે બપોરે દોઢ વાગ્યા આસપાસ રાધનપુર આવી પહોંચ્યા હતા. ગાંધીચોક ખાતે કાર્યકરોને સંબોધ્યા બાદ ત્યાંથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોની સાથે જ ચાલતા પ્રાંત કચેરીએ પહોંચી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં દરખાસ્ત ડો.દેવજીભાઈ પટેલે કરી હતી.

 

ભાજપના ઉમેદવાર સાથે ભરતભાઈ રાજગોર, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ મહાલક્ષ્મી સહીત ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીનભાઈ પટેલ, ડો.ગોવિંદજી ઠાકોર, સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ઠાકોર સેના દ્વારા હુરિયો

 

ભાજપના ઉમેદવાર લવિંગજી સોલંકી અને તેમના ટેકેદારો ફોર્મ ભરીને બહાર નીકળ્યા ત્યારે અલ્પેશજી ઠાકોર તેમના વિશાળ સંખ્યામાં આવેલા ટેકેદારોને લઈને ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા. તે સમયે ગુજરાત ઠાકોર સેનાના કાર્યકરોએ ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો હુરિયો બોલાવતા ઘડીકભર તો વાતાવરણમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.

 

વધું તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો..

અન્ય સમાચારો પણ છે...