તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 1.62 લાખ ભરેલી થેલીનીલૂંટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પલક ઝપકતા બાઇક પરથી 1.62 લાખ ભરેલી થેલી ગાયબ
- પાટણમાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટર હાઇવેની બેંક ઓફ બરોડાથી મુખ્ય શાખામાં જવા નીકળ્યા હતા, 200 ડગલા દૂર જતા સુધીમાં થેલી ન હતી

પાટણ : પાટણ શહેર અને તાલુકા જિલ્લામાં ગુનાખોરીની મૌસમ બરાબર જામી છે. ઓઢવા -વડલીની લૂંટનો ભેદ ખુલી ગયાનો ઓડકાર પોલીસ ખાય ત્યાંજ મંગળવારે પાટણમાં એક બેન્કમાંથી બીજી બેન્કમાં જતા વિજ કંપનીના એક કોન્ટ્રાક્ટરના બાઇક પરથી રૂ.1.62 લાખની રોકડ ભરેલી થેલી ગણતરીની મિનિટોમાં જ ગાયબ થઇ જતા કોઇ શખ્સો ઉઠાંતરી કરી ગયા હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે.

હાઇવે સ્થિત બેન્ક ઓફ બરોડામાંથી તેની મેઇન શાખામાં જતી વખતે રસ્તામાં આ ઘટના બની હતી. પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડાના વતની અને વર્ષોથી પાટણની રાજકમલ સોસાયટીમાં રહેતા દીનેશભાઇ હરગોવિંદદાસ પટેલનો દીકરો જીઇબી નાળા પાસે આવેલી તેમની દુકાનમાં દૂધસાગર ડેરીની એજન્સી ચલાવે છે તેમને ડેરીના નાણા ચૂકવવાના હોવાથી દીનેશભાઇ પટેલ બપોરે 1/35 કલાકના અરસામાં સિદ્ધપુર ચારરસ્તા પાસે આવેલ બેંક ઓફ બરોડામાં રૂ.1.62 લાખ રોકડા તેમના ખાતામાં ભરાવવા માટે જ ગયા હતા.

પરંતુ તેમની પાસે દશની નોટોના બંડલો હોવાથી બેંકના કેશીયરે તેમને હિંગળાચાચર પાસે આવેલ બેંક ઓફ બરોડા મુખ્ય બ્રાન્ચમાં ભરવા જવાનું કહ્યું હતું. એટલે તેઓ રૂપિયા ભરેલી થેલી બાઇકના આંકડા પર લટકાવીને મુખ્ય બ્રાન્ચમાં જવા નીકળ્યા હતા. પણ માંડ 200 ડગલા દૂર જતા તેમની નજર પડતા આંકડા પર વીંટાળેલી પૈસા ભરેલી થેલી ગાયબ હતી.

તેમણે તરત બાઇક થોભાવી શોધખોળ કરી પણ પત્તો ન લાગતા બી ડિવિઝન પોલીસ મથકે લેખીત ફરિયાદ નોધાવી હતી. શહેર બી ડિવિઝન પોલીસના એએસઆઇ ગોવિંદજી એ જણાવ્યું કે બેન્કના સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કર્યા છે પણ કંઇ મળ્યુ નથી. તે ઉપરાંત આજુબાજુના સીસીટીવી કેમેરા હોયતો તેની પણ તપાસ કરાશે.બાઇક પર ભરાવેલ થેલી નીચે પણ સરકી પડી ગઇ હોઇ શકે છે.

જોકે તપાસ ચાલી રહી છે. દિનેશભાઈને એ વસવસો રહ્યો કે રૂપિયા બેંકમાં જમા થઈ ગયા હોત તો આ બનાવ જ ન બન્યો હોત અને આટલી મોટી રકમ સુરક્ષિત રહી શકી હોત.
કેશીયરે પૈસા લેવાની ના પાડતા પાછા વળ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં એક બેન્કે બીજી બેન્કમાં પૈસા ભરવા મોકલ્યા હતા તે હકીકત પ્રકાશમાં આવતા આવતા જતા લોકોમાં પણ આ બાબત ચર્ચાસ્પદ બની હતી. અને તમામે કહ્યું હતું કે કોઇપણ બેન્ક પૈસા લેવાની ના પાડી કેમ શકે. દીનેશભાઇ પાસે 10ની નોટોના 8 બંડલો હોઇ તે કારણે બેં ક કર્મચારીએ તેમને મુખ્ય શાખામાં ભરવા જવા કહ્યું હતું. આ બરાબર ન કહેવાય તેવી હકીકત ચર્ચાસ્પદ બની હતી.

કેશીયરે પૈસા લીધા હોત તો ચોરી ન થાત

ઘટના બાદ રૂ.1.62 લાખની થેલી ગાયબ થઇ ગયાની વેદના સાથે દીનેશભાઇ તીરૂપતિ બજારમાં આવેલ બેંક ઓફ બરોડામાં જઇ પહોંચ્યા હતા અને કેશીયર પાસે જઇ આક્રોશ સાથે વેદના ઠાલવી હતી કે તમે જો પૈસા લઇ લીધા હોત તો મારે આજે પૈસા ગુમાવવાનો વારો ન આવતો. તેમ કહેતા તેઓ ગમગીન થઇ ગયા હતા.
બાઇક ધીમુ કર્યું તે સમયે જ થેલી સરકાવી લેવાયાનું અનુમાન

ભોગ બનનાર બેંક ગ્રાહક દિનેશભાઇ પટેલે જણાવ્યું હતું કે તેઓ બાઇક લઇનેનિકળ્યા તે વખતે ડીએસપી કચેરીના ગેટ પાસે રોડ ક્રોસ કરતી વખતે જ તે ઘડીએ બાઇક ધીમું કર્યું હતું. તેથી તે વખતે જ કોઇ શખ્સે રોકડ ભરેલી થેલી સરકાવી લીધી હોઇ શકે છે. તેમ અનુમાન કરતા ભારે હૈયે તેમણે કહ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...