તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ: સિવિલ હોસ્પિટલ સામેથી મળ્યું મૃત બાળક, લોકોએ જાણ કરતા પહોંચી પોલીસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ: ધારપુર ખાતે મેડીકલ કોલેજની સામેજ આવેલા ખાનગી ખુલ્લા પ્લોટમા઼થી આશરે 6 માસના નવજાત બાળકનો મૃતદેહ મળી આવતાં તેને લઇ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. બાલીસણા પોલીસે આ નવજાત શીશુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધારપુર ખસેડ્યો હતો. જોકે આ મૃત બાળક અહીં કયાંથી આવ્યું તે સ્પષ્ટ થયું નથી. 

ધારપુર મેડીકલ કોલેજની સિવિલ હોસ્પિટલ સામે રોડ પર બીજી સાઇડે નવીન બની રહેલા સોપાન પ્લાઝા શોપીંગ કોમ્પલેક્ષના ખુલ્લા પ્લોટમાં ઇંટોના ખડકલા પાછળ નવજાત બાળક મૃત હાલતમાં પડ્યું હોવાનું આજુબાજુના લોકોએ જોતાં દોડી ગયા હતા. આ બાળકને સીવીલથી કે શહેરમાંથી લાવી ફેંકી દેવાયું છે તેની તપાસ કરાશે તેમ પોલીસ અધીકારીએ જણાવ્યું હતું.

(તસવીરો: સુનીલ પટેલ, પાટણ)
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો