તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાર્દિકને ઉ.ગુજરાતમાં આવતો અટકાવાતાં પાટીદારોમાં ભારે રોષ, વીડિયો કોન્ફરન્સ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ/ચાણસ્મા:અનામત આંદોલનમાં જેલમાંથી બહાર આવેલ હાર્દિક પટેલ રવિવારે સવારે ઉત્તર ગુજરાતમાંથી પસાર થઇને રાજસ્થાન જવાના હોઇ પાટીદારોએ સ્વાગતની તૈયારી કરી હતી. છેલ્લી ઘડીએ વિરમગામથી પોલીસ હાર્દિકને હિંમતનગર થઈને લઈ જવાની હોવાનો મેસેજ મળતા સ્વાગતમાં ઉભા રહેલા હજારો પાટીદારોમાં નિરાશા સાથે સરકાર સામે રોષ ફેલાયો હતો. જોકે પાટણ અને ચાણસ્મામાં હાર્દિક વગર નિયત કાર્યક્રમ મુજબ રેલી યોજીને સરદાર પટેલને પુષ્પ અર્પણ કરાયાં હતાં.

પાલનપુરમાં હાર્દિકની વીડિયો કોન્ફરન્સ થશે
પાલનપુર: પાલનપુર ખાતે રવિવારે હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવનાર હતું. જો કે, તેને અમદાવાદથી સીધા જ રાજસ્થાન લઇ જવામાં આવતાં પાલનપુર આવ્યો ન હતો. જેના પગલે બનાસકાંઠા જિલ્લાના પાસના કાર્યકરોમાં ભારે રોષ ઉદ્દભવવા પામ્યો છે. હવે આગામી સમયમાં હાર્દિક પટેલ વિડીયો કોન્ફરન્સથી પાલનપુરની પ્રજાને સંબોધશે તેમ બનાસકાંઠા પાસના કન્વીનરે જણાવ્યું હતું.
પાટણમાં રોષ સભર નિરાશા છતાં પાટીદારોની રેલી નિયત સ્વરૂપે નીકળી
હાર્દિકના વધામણા માટે આગોતરી તૈયારી કરીને પાટણ સાંઇબાબા મંદિર આગળ અને ચાણસ્મા હાઇવે સર્કલ, મીઠીવાવડી સહિતના રૂટમાં પાટીદાર ટોપી પહેરી મોટી સંખ્યામાં યુવાનો સવારે 7-30 વાગ્યાથી ઉમટ્યા હતા. પાટણમાં મોતીશા દરવાજા નજીક બળીયાપાડાની મહિલાઓ કુમકુમ તિલક કરવા સવારે એક કલાકથી પ્રતિક્ષામાં ગોઠવાઇ હતી. આ દરમ્યાન નિયત સમય સુધી ગુજરાત બહાર હાર્દિક પહોચી શકશે નહિ તેને લઇને પોલીસ દ્વારા હાર્દિકને વિરમગામથી સીધા અમદાવાદના માર્ગેથી રાજસ્થાન લઇ જવામાં આવી રહ્યો છે. ઉ.ગુ.માં હાર્દિક પસાર થશે નહી તેવો મેસેજ આવતા પાસ કાર્યકરો સહિત ઉપસ્થિત પાટીદારોના ચહેરા ક્ષણવાર ફીક્કા પડી ગયા હતા. જોકે રેલી કાર્યક્રમ યથાવત રાખી જય સરદારના ડી.જે.સાઉન્ડમાં ગીત સાથે વાજતે ગાજતે ફટાકડા ફોડીને રેલી નીકળી હતી. પાટણના યુવાન પિન્કલ માથે ફાળીયા અને હાથમાં હળ સાથે રેલીમાં જોડાઇ લોકલ હાર્દિકની પ્રતિતિ કરાવી હતી. રેલી સવારે 9 વાગ્યે નિકળીને બગવાડા પહોચી હતી. અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સર્કલે સરદાર પટેલની પ્રતિમાએ પુષ્પવર્ષા કરી હતી.
મા ખોડલને 11 મણની લાપસી કરાઇ
અમરેલી: હાર્દિક પટેલની જેલમુકિત થતા અમરેલી તાબાના લુણીધાર ગામે લુણીધાર યુવા શકિત સંગઠન દ્વારા મા ખોડલની 11 મણની લાપસીના પ્રસાદનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમા આસપાસના 15 જેટલા ગામોમાથી પાટીદાર આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમા આગામી દિવસોમાં આંદોલન આગળ ચલાવવાની રણનિતી ઘડવામા આવી હતી.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો