તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ: કુલપતિના છેલ્લા દિવસે 50,000 ની લાંચનો આરોપ, વાંચો ક્લિપના અંશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં કાર્યકાળના છેલ્લા દિવસે કુલપતિ ર્ડા.આર.એલ.ગોદારા સામે એક બીએડ કોલેજમાં વિદ્યાર્થી સંખ્યા ફાળવવા પેટે રૂા.50,000 લાંચ લીધી હોવાનો આક્ષેપ ટ્રસ્ટીએ તેમની ચેમ્બરમાં જ કરતાં સનસનાટી પ્રસરી જવા પામી હતી.જોકે કામ ન થતાં ટ્રસ્ટીએ અગાઉ આપેલ નાણા ગુરુવારે પરત માંગણી કરતા કુલપતિએ તેમની ચેમ્બરમાં જ રૂા.50 હજાર રોકડ આપી હતી.કુલપતિએ આ પૈસા ઉછીના લીધા હતા તે પરત કર્યાનો બચાવ કરતાં લાંચના આક્ષેપને વાહીયાત ગણાવ્યો હતો.અત્રે નોંધનીય છે કે લાંચ લેવી અને આપવી તે બંને ગુનો બને છે ત્યારે આ મામલો કુલપતિના છેલ્લા દિવસે નાટકીય રીતે જાહેરમાં લાવવામાં આવતાં બંને તરફ શંકાની લકીરો છવાઇ હતી.
કુલપતિએ તેમના ખિસ્સામાંથી નોટોનું બંડલ કાઢીને આપ્યુ હતું
યુનિવર્સીટીમાં છેલ્લા દિવસે વિદાયસમારોહના અડધા કલાક પહેલા જ તેમની ચેમ્બરમાં આવેલ કુલપતિ ર્ડા.આર.એલ.ગોદારા પાસે બેચરાજીના રણેલા સરસ્વતી બી.એડ.કોલેજના ટ્રસ્ટી હરેશકુમાર પટેલે પૈસા પરત આપવાની માંગણી કરતાં કુલપતિએ તેમના ખિસ્સામાંથી નોટોનું બંડલ કાઢીને આપ્યુ હતું.તે વખતે ટ્રસ્ટીએ કોલેજને નો એડમીશન ઝોનમાંથી દૂર કરવાના કામે પૈસા લઇને ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કર્યો હતો.મહેસાણામાં કુલપતિ સાથે કામ બાબતે થયેલ વાતચીતનું વીડીયો રેકોર્ડિગ હોવાનું પણ બાદમાં ટ્રસ્ટીએ જણાવ્યુ હતું. જોકે કુલપતિએ ઉછીના પૈસા લીધા હતા,બીજા પાસેથી પણ જરૂરતમાં ઉછીના પૈસા લેતો હતો જેમને પરત કરી દઇશ કહીને ચેમ્બરમાંથી વિદાય સમારોહમાં ચાલી નીકળ્યા હતા.
બી.એડ કોલેજોમાં સંખ્યા ફાળવવા માટે અંદાજે કુલ રૂા. 2 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ
રણેલા કોલેજના ટ્રસ્ટી હરેશકુમાર કીરીટભાઇ પટેલે જણાવ્યુ હતું કે,બી.એડ કોલેજના વિદ્યાર્થીઓની સંખ્યા ન ફાળવવાનો આદેશ યુનિ દ્વારા કરાયેલ,કુલપતીનો સપર્ક કરતા તે સરકારી ગાડીમાં મહેસાણા ડીમાર્ટ ચોકડી પાસે રાત્રે 11વાગ્યે આવેલ અને સંસ્થામાં વિદ્યાથી સંખ્યા ફાળવવા વાતચીત કરતા કુલપતિએ સંસ્થામાં વિદ્યાર્થી જોઇતા હોય તો રૂા.10લાખ આપવા પડશે.જેમાંથી રૂા.4 લાખ સંખ્યા ફાળવવા પેટે તથા રૂા.6 લાખ ઉછીનાપેટે. જેથી તે જ દિવસે તેમને રૂા.50 હજાર રોકડ આપેલ. ત્યારબાદ રૂા.5 ઓગસ્ટે યુનીમાં કુલપતિ સાથે તેમની ચેમ્બરમાં અમારા કામનું શુ઼ થયુ તેવી વાત કરી હતી.ત્યારે કુલપતિએ બી.એ માં બીજુ ડીવીઝન ફાળવવા માટે તમામ કોલેજો પાસેથી પ્રતિકોલેજદીઠ રૂા.બે લાખ લેખે ભેગા કરી આપવાની વાત કરી હતી. આ રીતે બી.એડ કોલેજોમાં સંખ્યા ફાળવવા માટે અંદાજે કુલ રૂા. 2 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.
સાહેબ 3 વર્ષ બહુ હેરાન કર્યો, સરકારને મેસેજ આપવા ધડાકો કર્યો : હરેશ પટેલ
પાટણ:મહેસાણા જિલ્લા કોંગેસના મહામંત્રી અને જિ.પં. કોઆપ્ટ સદસ્ય હરેશભાઇ પટેલને કુલપતિના કાર્યકાળના અંતિમ દિવસે જ શું કામ આ ધડાકો કર્યો તેમ પુછતા કહ્યું હતું કે, સાહેબ, ત્રણ વર્ષમાં બહુ જ હેરાન કર્યા હવે કોઇ ગુજરાત બહારનો કુલપતિ ના આવે એટલે સરકારને મેસેજ આપવા આજે આ ધડાકો કર્યો. સેનેટ સભ્ય શૈલેષ પટેલ, પૂર્વ સેનેટ સભ્ય મનોજ પટેલ, લાલેશ ઠક્કર અને ઇલેક્ટ્રોનિક મીડિયાની હાજરીમાં કુલપતિએ ખીસ્સામાંથી પૈસા કાઢી તમને આપ્યા શું આ બધુ મેનેજ કરેલું નથી લાગતું ?તેમ પુછતા હરેશ પટેલે કહ્યું, કુલપતિને આઇડીયા આવી ગયો હતો, એટલે એક દિવસ પહેલા 4 વાગે મને ફોન કરીને કહ્યું કે હું કાલે મહેસાણા આવવાનો છું એટલે પૈસા પાછા આપી દઇશ.
મેં નક્કી કર્યું કે તેમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી દઇશ.1 ઓગસ્ટે હરેશ પટેલે કુલપતિને રૂ.50 હજાર આપવાની વાત કરી છે. અને કામ ન થતાં વધુ પૈસા માગતા હતા. હરેશ પટેલ એક મહિના સુધી ચુપ બેસી રહ્યો અને હાઇકોર્ટમાં દાદ માંગતા કોલેજને મંજુરી પણ મળી ગઇ હોવાથી કાર્ય કાળના છેલ્લા દિવસે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા સ્ટિંગ ઓપરેશન કરવાની વાત થોડી શંકા ઉપજાવે છે. અને એટલા ગંભીર આક્ષેપ પછી પણ કુલપતિએ કોઇ કાર્યવાહી નહીં કરવાનું કહેતા આ આખો ઘટનાક્રમ શંકાના ઘેરામાં આવી ગયો છે.
કુલપતી કહે છે આ ષડયંત્ર છે, ઉધાર લીધા હતા તે પરત કર્યા
કુલપતિ ર્ડા.આર.એલ.ગોદારાએ જણાવ્યુ હતું કે,મેં ક્રેડીટ પર તેમની પાસે ઉછીના પૈસા લીધા હતા તે પરત કર્યા છે.હું રાજસ્થાનનો છુ,ગુજરાતમાં રહેતો એટલે જરૂર પડે ત્યારે કેટલાક પાસે ઉછીના લેતો,કોલેજમાં વિદ્યાર્થી ફાળવવાપેટે લાંચના આક્ષેપ ખોટા છે.મારી ટર્મ પૂરી થઇ છે.આ અંગે કઇ કરવા ઇચ્છતો નથી.
આગળની સ્લાઇડમાં વાંચો,કુલપતિ અને ટ્રસ્ટી સાથેના સંવાદની ક્લિપ અંશો...
અન્ય સમાચારો પણ છે...