પાટણ: ભ્રૂણહત્યાની ભાવનામાં તણાયાં CM, ....અને બેન ફરી રડી પડ્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: પાટણ શહેરની પ્રાથમિક કન્યા શાળામાં પ્રવેશોત્સવ વખતે સાતમા ધોરણમાં ભણતી એક બાળકીના સ્ત્રી ભૂણ હત્યા અને બેટી બચાવોના લાગણીસભર ઉદ્દગારોએ ફરીવાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલની આંખો ભીંજવી હતી. તેમણે બાળકીઓને સ્વનિર્ભર અને સશક્ત બનવાની સલાહ આપી હતી. બુધવારે અત્રેની ગુમડા મસ્જીદ શાળા અને કે.કે.ગર્લ્સ સ્કૂલમાં ધોરણ-7, 9 અને 10ની વિદ્યાર્થિનીઓનો ક્લાસ લઇને બાળકીઓનું ગાણિતીક જ્ઞાન ચકાસી જોડાક્ષરો, ઘડીયા પાક્કા કરવા મુખ્યમંત્રીએ ટકોર કરી હતી.
પનાગરવાડાની 13 વર્ષીય તંજિલાએ આપ્યું વક્તવ્ય

પાટણ શહેરની ગુમડા મસ્જીદ કન્યા પ્રાથમિક શાળાની 21 બાલીકા અને કે.કે.ગર્લ્સ હાઇસ્કુલના ધોરણ-9માં 107 કન્યાનો પ્રવેશોત્સવ સમારોહ બુધવારે સવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પનાગરવાડાની 13 વર્ષિય બાળા તંજીલા અબ્દુલસત્તાર શેખે ભૃણ હત્યા અંગે આપેલા વક્તવ્યથી મુખ્યમંત્રી ભાવવિભોર બનીને રડી પડ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં પણ દીકરીઓએ ફરીથી આંખમાં આંસુ લાવી દીધાની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, શાળાએ આવતી જતી દિકરીઓને રોમીયો હેરાન કરતા હોય તેમને પાઠ ભણાવવા માટે કરાટે તાલીમ શરૂ કરી છે. 9ના હજાર બાળકોને સ્વબચાવ તાલીમથી સજ્જ કરવામાં આવશે.

મેં સ્ક્રિપ્ટ એક જ દિવસમાં કંઠસ્થ કરી: તંજિલા

વકતૃત્વ પૂરુ થતાં મુખ્યમંત્રીએ તંજિલાને પાસે બોલાવીને ફળ આપીને પૃચ્છા કંઇક પૃચ્છા કરી હતી. તંજિલાએ કહ્યું હતું કે, આચાર્યા મિતલબેને એ સ્ક્રિપ્ટ લખી આપી હતી અને એક દિવસમાં તેણે કંઠસ્થ કરી હતી. મારો અવાજ સારો છે એટલે મારી પસંદગી કરી હતી.
આગળની સ્લાઇડમાં જુઓ તસવીરો અને વાંચો, વિદ્યાર્થીને યોગ કરાવ્યા...
અન્ય સમાચારો પણ છે...