પાટણ પાલિકા પ્રમુખ વિશ્વાસ મત હારતા જિલ્લા-શહેર પ્રમુખને પ્રદેશ કોંગ્રેસનું તેડું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ:  પાટણ નગર પાલિકાના પ્રમુખ જાગૃતિબેન પટેલ  સામેની  અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસનાજ સભ્યો અને ભાજપના બળે  પસાર થઇ જતાં  રાજકિય ભૂકંપ સર્જાયો છે ત્યારે  પાલિકા પ્રમુખ દ્વારા  સઘળી  હકિકત પ્રદેશ સમિતીને  જણાવતાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેઓને અમદાવાદ ખાતે રૂબરૂ બોલાવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ અંગે જિલ્લા અને શહેર પ્રમુખો સાથે પણ  ચર્ચા કરાનાર હોવાનું સૂત્રોએ  જણાવ્યુ હતું.દરમ્યાન હવે નવા પ્રમુખ કોણ બનશે તેને લઇ અટકળો શરુ થઇ જવા પામી છે.
 
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ધ્વારા પાલિકા પ્રમુખ તરીકે બેસાડેલા જાગૃતિબેન પટેલ સામે 15 માસના ટુંકા ગાળામાંજ કોંગ્રેસનાજ કોર્પોરેટરોએ અવિશ્વાસની દરખાસ્ત લાવતાં સામાન્ય સભાના આગલા દિવસે એટલે કે સોમવારના રોજ પાલિકા પ્રમુખને અમદાવાદ કોંગ્રેસ કાર્યલય ખાતે રૂબરૂ બોલાવી તેઓને રાજીનામુ આપવાનું જણાવતા જાગૃતિબેન પટેલે  પ્રદેશ પ્રમુખ અને પાટણ જિલ્લા કલેકટરને ઉદ્દેશી પોતાનું રાજીનામુ પ્રદેશ સમિતિને લખી આપેલ હતું. 

ત્યારે પ્રદેશ સમિતિએ પણ તેઓની સામે અવિશ્વાસની દરખાસ્ત કરનાર કોંગ્રેસના કોર્પોરેટરોને વ્હીપ આપી પ્રમુખની તરફેણમાં રહેવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઇ દેસાઇ અને પાટણ નગર પાલિકાના પક્ષના નેતાને ટેલીફોન ધ્વારા જાણ કરવામાં આવી હતી. 

છતા પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરનાર એકપણ કોંગ્રેસના કોર્પોરેટરોએ પાર્ટીના આદેશનું પાલન નહિ કરી  પ્રમુખની વિરૂધ્ધમાં પોતાનો ટેકો આપતા કોંગ્રેસ પાર્ટીના ભૂંકપ સર્જાયો છે. આ બાબતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ધ્વારા જાગૃતિબેન પટેલને રૂબરૂ અમદાવાદ કોંગ્રેસ કાર્યલય ખાતે બોલાવવામાં આવ્યા હોઇ   અનેક અટકળો વહેતી  થઇ છે.

બીજી તરફ હવે કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે ત્યારે  બાગી કોંગ્રેસી કોર્પોરેટરો ભાજપનો કેસરીયો પટ્ટો પહેરી કોંગ્રેસ શાસીત પાટણ નગર પાલિકામાં ભગવો લહેરાવે તેવી ચર્ચા  પણ નગરમાં શરુ થઇ  છે. નવા પાલિકા પ્રમુખના મુદ્દે પણ તર્ક થઇ રહ્યા છે. જો કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઇએ  ત્રણ ચાર દિવસમાં સંપૂણ મામલો શાંત પડી ઘી ના ઠામમાં  ધી ઢળશે તેવો 
બચાવ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...