તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ: ગામડાના વિકાસ માટે 25 કરોડની ગ્રાન્ટ મળી, કામો 16 કરોડના જ મંજૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
પાટણ:ગામડાઓનો વિકાસ કરવા માટે કેન્દ્રીય 14માં નાણાં પંચ દ્વારા ગ્રામપંચાયતોને કરોડો રૂપિયાની ગ્રાન્ટો અપાઈ રહી છે પરંતુ તંત્રની ગોકળ ગતિની કામગીરીથી વિકાસના કામો સમયસર શરૂ થઇ શકતા નથી. જેમાં વર્ષ 2015 માં પાટણ જિલ્લાની 466 ગ્રામપંચાયતોને રૂ.25 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી પણ તેમાંથી માત્ર 16 કરોડના કામોને હજુ હવે મંજૂરી અને કામો શરૂ કરવા માટેની સૂચના આપી છે. બાકીના નવ કરોડની ગ્રાન્ટમાં કામોને મંજૂરી હજુ અધ્ધરતાલ છે. જોકે ગ્રામપંચાયતો માટે વર્ષ 2016-17ના વર્ષની વધુ રૂ.15 કરોડની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો જિલ્લા પંચાયતના હવાલે કરાયો છે.
ગ્રામીણ વિકાસ માટે કેન્દ્રીય 14મા નાણાં પંચની ગ્રાન્ટો હવે સિધી ગ્રામપંચાયતોને આપવામાં આવે છે પરંતુ કામોના આયોજન વહીવટી મંજૂરીઓ સહિતની કામગીરી તંત્ર દ્વારા ખૂબજ ધીમી ગતિએ ચાલતી હોવાથી ઝડપથી વિકાસના કામો થતાં નથી. વર્ષ 2015-16માં જિલ્લાની તમામ 466 ગ્રામપંચાયતોને વિકાસ કમિશનર દ્વારા રૂ.25 કરોડની ગ્રાન્ટ આપી દેવામાં આવી છે પરંતુ તે ગ્રાન્ટનાં કામોની હજુ કોઇ ખાસ કોઇ પ્રગતિ નથી. હવે મોડે મોડે રૂ.25 કરોડના કામો કરવા માટે મંજૂરી આપી તે કામો શરૂ કરવા માટે સૂચના આપી છે. વર્ષ 2015 નું વર્ષ પૂર્ણ થઇ ગયું છે.
વર્ષ 2016 ના વર્ષને પણ છ માસ વિતી ગયા છતાં ગયા વર્ષનાં રૂ.25 કરોડનાં કામોનાં હજુ કોઇ ઠેકાણાં નથી. 16 કરોડનાં કામોને મંજૂરી આપવામાં આવી છે જેમાં પાણી ગટર રસ્તા અને બાંધકામને લગતાં રૂ.10.89 કરોડનાં કામો થશે. સામાજીક સેવાઓ શિક્ષણ બાળવિકાસ અને ઇ-ગ્રામ પાછળ રૂ.2.40 કરોડ ખર્ચાશે. જયા્રે સામુહિક સંપત્તિના નિભાવ અને મરામતના રૂ.2.83 કરોડના કામોને ટીડીઓ દ્વારા મંજૂરીઓ આપવામાં આવી છે.
466 ગ્રામ પં.માટે રૂ.15 કરોડની ગ્રાન્ટ
કેન્દ્રીય 14મા નાણાપંચની વર્ષ 2016-17ની 466 ગ્રામપંચાયતો માટે રૂ.15 કરોડની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો કરી રાજ્યના વિકાસ કમિશનર દ્વારા આપવામાં આવ્યો છે. જે આગામી બે દિવસમાં તમામ ગ્રામપંચાયતોને ગ્રાન્ટ આપી દેવામાં આવશે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.જે.પટેલે જણાવ્યુ હતું કે, 14મા નાણાં પંચની 25 કરોડની ગ્રાન્ટ આવી ગઇ હતી પરંતુ વર્ષ 2015ના કામો 1 એપ્રિલ 2016 પછી શરૂ કરવા માટેની સૂચના મળેલી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો