પાટણના સ્થાપક વનરાજ ચાવડાનું પંચાસરમાં સૌપ્રથમ પ્રતિમા મૂકાશે

Patan founder Vanraj Chavda Panchasara First Statue
Bhaskar News

Bhaskar News

Apr 11, 2016, 12:54 AM IST
પાટણ: પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ખાતે આવેલ લિંબોજ- સિંબોજ માતાજીના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.12 એપ્રિલથી 14 એપ્રિલ દરમ્યાન યોજાશે. આ પ્રસંગે ઐતિહાસિક નગરી પંચાસરના પનોતા પુત્ર વીર વનરાજસિંહ ચાવડાની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે.

12થી 14 સુધી લિંબોજ-સિંબોજ માતાજીના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગોહિલ રાજપૂત સમાજ તેમજ પંચાસર ગામના ટોડા દેવી લિંબોજ-સિંબોજ માતાજીના મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત 12 એપ્રિલે યજ્ઞના આરંભ સાથે થશે. આ પ્રસંગે પંચાસરના પનોતા પુત્ર વનરાજસિંહ ચાવડાની પ્રતિમાનું અનાવરણ થશે.

પંચાસરનું ઐતિહાસિક મહત્વ

‘પંચાસર રળિયામણું, કચ્છના રણની પાર, રાજ કર્યું જયશિખરીએ પુત્ર થયો વનરાજ’. સાતમી સદીમાં ચાવડા કુળના રાજવી જયશિખરીની રાજધાની પંચાસર હતી. જેમાં અચાનક શત્રુઓનો હુમલો થતાં જયશિખરીના ધર્મપત્ની રૂપસુંદરીબા પંચાસરથી રાધનપુર નજીકના વનમાં પહોચ્યા. આ વનમાં તેમણે પુત્રને જન્મ આપ્યો. વનમાં જન્મ્યો હોવાથી એનું નામ પડ્યું વનરાજ. વીર વનરાજસિંહ ચાવડાના ભવ્ય શાસનકાળને લોકો આજેય યાદ કરે છે.
X
Patan founder Vanraj Chavda Panchasara First Statue

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી