તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ જિલ્લાની 252 પંચાયતોની ચૂંટણીમાં ત્રીજા દિવસે સૌથી વધુ 630 ઉમેદવારી ફોર્મ ભરાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ:   પાટણ જિલ્લાના 252 ગામોમાં પંચાયતની ચૂંટણીનો રસાકસીભર્યો રાજકીય માહોલ જામ્યો છે. સરપંચ અને વોર્ડ સદસ્ય તરીકે ઉમેદવારી કરવા માટે લોકોમાં ઉત્સાહનો માહોલ જામ્યો છે. કયાંક  સમરસ બનાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં પાટણ જિલ્લામાં સરપંચ અને વોર્ડ સદસ્યના 762 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં સરપંચના 267 અને વોર્ડ સદસ્યના 495 ફોર્મ ભરાયા છે.

જિલ્લાના સિદ્વપુર પાટણ સરસ્વતી ચાણસ્મા હારીજ સમી શંખેશ્વર રાધનપુર અને સાંતલપુર તાલુકાના 252 ગામોમાં આગામી 8 એપ્રીલે ગ્રામપંચાયતની ચૂંટણી માટે  18 માર્ચથી ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો હતો. પ્રથમદિવસે સરપંચમાં માત્ર બે જ ફોર્મ ભરાયા હતા. 20 માર્ચના રોજ સરપંચ માટે 56 અને વોર્ડ સભ્ય માટે 74 મળી કુલ 130 ફોર્મ ભરાયા હતા.જયારે ત્રિજા દિવસે મંગળવારે સૌથી વધુ એકજ દિવસમાં 630 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં સરપંચ માટે 209 અને વોર્ડ સદસ્ય માટે 421 ફોર્મ ભરાયા છે. 

હવે માત્ર બે દિવસ સુધીજ એટલે કે 23 માર્ચ સુધીજ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.  ફોર્મ ભરવા માટે મામલતદાર  અને તાલુકા પંચાયત કચેરીઓ ખાતે ધસારો થઇ  રહ્યો છે. મંગળવારે પાટણ તાલુકામાં ડેરાસણા ગ્રામપંચાયત બીનહરીફ બનતાં ફુલહાર પણ થયા હતા પણ એક ફોર્મમાં ક્ષતી રહેતાં સમરસની સત્તવાર જાહેરાત હવે થનાર છે તેમ મામલતદાર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો