તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ જિલ્લાના 3 ઐતિહાસિક મંદિરોના વિકાસ માટે 5 કરોડ ફાળવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(પાટણના સિદ્ધનાથ મહાદેવ મંદિરની ફાઇલ તસવીર)
પાટણ: પાટણ જિલ્લાના ઐતિહાસીક જાળેશ્વર મંદિર, સિદ્ધનાથ મહાદેવ અને દેલમાલના લિમ્બોજ માતા મંદિરના વિકાસ માટે પ્રવાસન વિભાગ દ્વારા રૂ.5 કરોડની રકમ ફાળવછી આપતાં સરકાર હસ્તકના આ ત્રણ મંદિરોમાં આંતર માળખાકીય સુવિધાઓ કરવામાં આવનાર છે. પાટણ શહેરના પારેવા સર્કલ પાસે આશરે 1200 વર્ષ પુરાણા સિદ્ધનાથ મહાદેવ મંદિર, પાટણ તાલુકાના પાલડી ખાતેના જાળેશ્વર મહાદેવ મંદિર અને ચાણસ્મા તાલુકાના દેલમાલના લિમ્બોજ માતાના ઐતિહાસિક મંદિરનો શાસત્રોમાં પણ ઉલ્લેખ કરાયેલો છે. આ દેવસ્થાનોને વર્ષો થતાં જર્જરીત થઇ રહ્યા છે. તેમાં યાત્રિકો માટે માળખાકીય સુવિધાઓનો અભાવ છે ત્યારે તેના વિકાસ માટે પ્રવાસન વિભાગ દ્વારા રૂ.5 કરોડ ફાળવવામાં આવ્યા છે.
હવે શું વિકાસ કરી શકાય તે માટે આર્કિટેકટની નિમણૂ઼ંક કરવા માટે આગામી 30 જુલાઇએ પ્રવાસન સમિતિની બેઠક રાખવામાં આવી છે. તેવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. કલેક્ટર દ્વારા જિલ્લા આયોજન અધિકારીને પ્રવાસન વિભાગની કામગીરીની જવાબદારી સોપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, જિલ્લામાં રણકાંઠે આવેલા વચ્છરાજ સોલંકી મંદિર, આલુવાસના ચંડેશ્વર મહાદેવ, વરાણાનું ખોડીયાર ધામ, લોટેશ્વરના લોહેશ્વર મહાદેવ અને અડીયાના દુધેશ્વર મહાદેવ સહિતના સ્થળોનો વિકાસ થઇ શકે તેવો મત છે.

જાળેશ્વર મહાદેવ ધામ પર્યટન સ્થળ તરીકે વિકસાવવું જોઇએ
મંદિરના મુખ્ય પુજારી હરેશભાઇ આચાર્યએ જણાવ્યા મુજબ યાત્રિકો રાત્રી રોકાણ કરી શકે તેવી વ્યવસ્થા નથી. 10 રૂમ સાથેની ધર્મશાળા, ભોજનાલય, મંદિર પાસેના તળાવનું પથ્થર પીચીંગ કરી બોટીંગની સુવિધા અને સારો ગાર્ડન પણ તૈયાર કરી શકાય તેમ છે. વહીવટદાર અને સરસ્વતી તાલુકા મામલતદારને રજૂઆત કરાયેલી છે.
સિદ્ધનાથ મહાદેવની ધર્મશાળામાં પાણી પડે છે
શહેરના સિદ્ધનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગે આવેલ દિવાલ ધસી પડેલી છે. ઇમારત વર્ષો જૂની હોઇ મરામતની જરુર છે. ધર્મશાળાના કેટલાક પતરા ઉડી ગયેલા હોઇ વરસાદી પાણી પડે છે. ઓવરહેડ ટાંકીની પણ જરૂરીયાત છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો