તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણનાં કોર્પોરેટરે કોંગ્રેસના નિરીક્ષકોને ફુટેલી કારતૂશ સાથે સરખાવતા સન્નાટો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ:પાટણ ખાતે શનિવારે મળેલી શહેર કોંગ્રેસ કારોબારીની બેઠકમાં પાલિકાના હિસાબી સમિતીના ચેરમેને કોંગ્રેસના નિરિક્ષકોને ફુટેલી કારતુશ સાથે સરખાવીને પોતાને સસ્પેન્ડ કરી દેવાનો લલકાર કરી ચાલુ બેઠકમાંથી ચાલતી પકડી લેતાં કાર્યકરોમાં સન્નાટો પ્રસરી ગયો હતો.
છેલ્લા છ માસથી સત્તા આવી ત્યારથી સંગઠન જેવું કંઇ લાગતું નથી- ચંદુભાઇ પટ્ટણી
જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં શહેર કોંગ્રેસની કારોબારીની બેઠક મળી હતી જેમાં કોંગ્રસનાં નિરીક્ષક નઝીમભાઇ ચૌહાણે હવે વિદ્યાનસભાની ચુંટણીઓ કયારે આવે તે નકિક નથી ત્યારે કાર્યકરો અત્યારથીજ તૈયારીમાં લાગી જાય. પાલિકાની ચુંટણી જીત્યા ત્યારે સંગઠન સબળ હતું તેવું આજે નથી વોર્ડ સમિતીઓ નિષ્ક્રીય થઇ રહી છે. મહિલા સંગઠન પણ નબળુ છે હવે મીટીંગ દર મહિને કરવાની સુચના છે અને જે કાર્યકર સતત બે વખત આ મીટીંગમાં ગેરહાજ રહેશેતો તેને સસ્પેન્ડ કરવાની પણ સૂચના છે. નિરીક્ષક ચંદુભાઇ પટ્ટણીએ જણાવ્યુ હતું કે શહેરમાં છેલ્લા છ માસથી સત્તા આવી ત્યારથી સંગઠન જેવું કંઇ લાગતું નથી. સંગઠન મજબુત નહિ હોયતો આગામી ચુંટણીમાં આપણે સફળ નહિ થઇએ.
આ લોકોને સાંભળીને શું કરવાનું ફુટેલી કારતુશો બધી- બિપીનભાઇ પરમાર
બેઠકમાં લાલેશ ઠકકર, મહેન્દ્રભાઇ પટેલ, જાગૃતીબેન પટેલ, હિનાબેન દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા,પણ નિરીક્ષકોના શબદો સાંભળીને પાટણ પાલિકાના હિસાબી સમિતીનાં ચેરમેન બિપીનભાઇ પરમાર અચનાક ખુરશીમાંથી ઉભા થઇ ગયા હતા અને મને સસ્પેન્ડ કરી દેજો આ લોકોને સાંભળીને શું કરવાનું ફુટેલી કારતુશો બધી તેમ કહીને ચાલુ મીટીંગમાંથી નિકળી જતા આગેવાનો અને કાર્યકરો ચોકી ગયા હતા.
પાલિકાનો ઉકળાટ કારોબારીમાં નિકળ્યો
સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ પાલિકામાં છેલ્લા કેટલા સમયથી બે ગૃપો વચ્ચે ખેચતાણ ચાલી રહિ છે તેનાં કારણે અંદરોઅંદર રાજકારણ ગરમાયું છે. શનીવારે શહેર કારોબારીની બેઠકમાં સીટી બસ ચેરમેન અતુલ પટેલે તેમનો ઉકળાટ કાઢતાં નિરીક્ષકોને કહ્યુ હતું કે તમે સંગઠનની વાતકરો છો પણ બંધબારણે આ બન્ને મોટા લોકોને સાંભળી લો અને તેમને થાળે પાડો જેથી અમે બધા તેનો ભોગ ન બનીએ તેમ કહેતાં નિરીક્ષક ચંદુભાઇએ અમે લાલેશભાઇ અને મહેન્દ્રભાઇને સાંભળી લઇએ છીએ તેવી કાર્યકરોને ખાત્રી આપી હતી.
શું બોલ્યા તે ખબર નથી, ખુલાસો પૂછાશે
નિરીક્ષક ચંદુભાઇ પટ્ટણીનો દિવ્યભાસ્કરે સંપર્ક કરતાં તેઓએ જણાવ્યુ હતું કે ફુટેલી કારતુશ જેવું કંઇ બરાબર સાંભળ્યુ નથી. પરંતુ તેઓ ચાલુ મીટીંગમાંથી નિકળી ગયા હતા. જે કંઇ બોલ્યા હશે તે બધાયની હાજરીમાં બોલ્યા હશે અને પૂરવાર થશે તો પાર્ટી ચોકકસ પગલા લેશે, ખૂલાશો પૂછાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો