તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્નીએ કહ્યું ‘આ બંનેને મારી નાખો’, બુટલેગરે કોન્સ્ટેબલ PSIને તલવાર ઝીંકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાણસ્મા/ પાટણ: ચાણસ્મા તાલુકાના જીતોડા ગામનો એક શખસ અગાઉના દારૂના કેસમાં નાસતો-ફરતો હોવાથી સોમવારે મોડી સાંજે ચાણસ્મા પીએસઆઇ આર.પી.ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ લાલસિંહ બાતમી આધારે તેને પકડવા માટે તેનાં ઘરે ગયા હતા. તે વખતે તેની પત્નીએ તલવાર લાવી આપી આ બંનેને મારી નાખો એમ કહેતા તેણે પોલીસ કોન્સટેબલ પર પાઇપ અને તલવાર વડે હિચકારો હુમલો કરતાં તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી. આ ઘટનામાં પીએસઆઇ ઝાલા બચાવવા માટે વચ્ચે પડતાં તેમને પણ પાઇપ મારતાં ઇજાઓ થવા પામી હતી. બંને ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સારવાર માટે ધારપુર સિવિલ અને ત્યાંથી જનતા હોસ્પિટલ ખસેડાયા હતા.

પોલીસે પકડવાની કોશિષ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી

જીતોડા ગામનાં ધમાજી ઉર્ફે ધમો ચેનાજી ઠાકોરની અગાઉનાં દારૂના કેસમાં અટકાયત કરવાની બાકી હતી. દરમ્યાન આરોપી ધમાજી ઠાકોર તેના ઘરે આવેલો છે. તેવી બાતમી મળતાં પીએસઆઇ આર.પી.ઝાલા અને કોન્સટેબલ લાલસિંહ તેને પકડવા માટે સોમવારે મોડી સાંજે તેના ઘરે ગયા હતા. તે વખતે ધમાજી ઠાકોરે લોખંડની પાઇપ લઇને આવ્યો હતો અને પોલીસને અપશબ્દો બોલી પકડવાની કોશિષ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીએસઆઇ ઝાલાએ શખસને પકડવાનો પ્રયાસ કરતાં ધમાજીએ પોલીસ કોન્સટેબલ લાલસિંહ પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો.

કોન્સ્ટેબલને બચાવવા જતાં પીએસઆઈ પણ ઘાયલ

આ દરમ્યાન પીએસઆઇ વચ્ચે પડીને પોલીસ કર્મીને બચાવવા જતાં તેમને પણ હાથ અને ખભા ઉપર પાઇપ વાગી હતી. તેવામાં તેની પત્ની સુરેખાબેન ઠાકોરે આવી ધમાજીને તલવાર આપી આ બંનેને મારી નાખવાનું કહેતા ધમાજીએ તલવાર મારતાં પોલીસકર્મી લાલસિંહે હાથ આડો કરતાં તેના કાંડાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. લાલસિંહને માથા અને જડબામાં ઇજાઓ થતાં ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ છે. પીએસઆઇ ઝાલાને પણ ઇજાઓ થયેલી છે. આ અંગે ચાણસ્મા પોલીસ મથકે પીએસઆઇ આર પી ઝાલાએ જીતોડાનાં ધમાજી ઉર્ફે ધમો ચેનાજી ઠાકોર અને સુરેખાબેન ધમાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.

ડ્રાયવરે ગાડીમાં લઇ હોસ્પિટલ ખસેડ્યા

ઘટના સમયે પીએસઆઇએ ગાડીના ડ્રાયરવને બોલાવી લેતાં તે થોડેક દૂર ઉભેલી ગાડી લઇને દોડી આવ્યો હતો. અને બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ચાણસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને બાદમાં વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં લાલસિંહને પાટણ જનતા હોસ્પિટલમાં ભરતી કરાયો હતો.

પોલીસ પર હુમલાની ધારણા નહોતી: પીઆઇ

તપાસ અધિકારી પીઆઇ સી.પી.સાદીયાએ જણાવ્યું હતું કે, જીતોડાનો ધમાજી ઠાકોર દેશી દારૂનો ધંધો કરે છે. અગાઉ પણ તેની ઉપર ગુનાઓ દાખલ થયેલા છે. દારૂના એક કેસમાં તેને પકડવાનો બાકી હોવાથી પીએસઆઇ આર.પી.ઝાલા અને કોન્સટેબલ લાલસિંહ પકડવા માટે ગયા હતા. ત્યારે હુમલો થવાની ધારણા નહોતી. હુમલાખોર ધમાજી ઠાકોર અને તેની પત્ની સુરેખા નાશી ગયાં છે તેમને પકડવા માટે શોધખોળ ચાલી રહી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો