તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણનો 1270મો સ્થાપના દિન: રાજપૂત યુવા સંઘ દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: ઐતિહાસિક પાટણ નગરના 1270મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા મંગળવારે વિરાંજલી કાર્યક્રમ અંતર્ગત પાટણ નરેશોને યાદ કરી ભવ્ય ઐતિહાસિક વારસાના જતન માટેના સંકલ્પ કરશે.

- સોમવારે રાત્રે વિઠ્ઠલ ચેમ્બરથી મશાલ રેલી નીકળશે

અત્રેના હાઇવે સ્થિત રાજપુત છાત્રાલય ખાતે યોજાનારા વિરાંજલી કાર્યક્રમમાં અમદાવાદના સંત ઉમાશંકરગીરીજી આશીર્વચન આપશે. દિઓદર સ્ટેટના રાજવી માનસિંહજી વાઘેલા, વાવ સ્ટેટના રાજવી રાણા ગજેન્દ્રસિંહજી ચૌહાણ, વણોદ સ્ટેટના રાજવી ઇનાયતખાન રાઠોડ, સિધ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત તેમજ અન્ય મહાનુભાવો પધારી પ્રસંગને ઉદબોધન કરશે.

તેમજ સ્થાપના દિન ઉજવણીના કન્વીનર મદારસિંહ ગોહિલ, અ.ગુ.રાજપુત યુવા સંઘ મહામંત્રી મહિપતસિંહ રાજપૂત અને સ્પર્ધાત્મક પરીક્ષા કાર્યક્રમના અધ્યક્ષ કે.એન.સોલંકી રાજપુત સમાજની વિવિધ ક્ષેત્રીય પ્રગતિગાથા રજૂ કરશે. રાજપૂત દીકરીઓ દ્વારા તલવાર રાસ રજૂ કરીને શૌર્યપ્રેરક સંસ્કૃતિના દર્શન કરાવશે.

જ્યારે નગરપાલિકા દ્વારા પણ નગર સ્થાપના દિનની ઉજવણીની તૈયારીઓ હાથ ધરી છે. જેમાં વિવિધ સંસ્થાઓનો સહકાર લેવાશે. હવે ઐતિહાસિક વારસો વિશ્વમાં હેરીટેજમાં અંકીત થયો હોઇ ઉજવણીમાં ઉત્સાહી માહોલ સર્જાયો છે. હાલમાં બગવાડા દરવાજો, મોતીશા વિસ્તારને રોશનીથી શણગારાયા છે. લાઇટીંગ ડેકોરેશન મુખ્ય બજારના ત્રણ દરવાજાથી બગવાડા સુધી કરાયું છે. હિંગળાચાચરમાં રોશની કરાઇ છે તેમ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

નિબંધ સ્પર્ધાના વિજેતાને ઇનામો અપાશે
સોમવારે વિઠ્ઠલ ચેમ્બરથી નીકળનારી મશાલ રેલીમાં ક્ષત્રિય સંસ્થા, એકટીવ ગૃપ, રોટરેકટ, લાયન્સ કલબ, તિલક એજ્યુકેશન પણ સહભાગી થશે. મંગળવારે રાત્રે 9 વાગ્યે આનંદ સરોવરમાં એક શામ પાટણ કે નામ કાર્યક્રમ યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન હાલમાં થયેલ નિબંધ સ્પર્ધાના 11 વિજેતાઓને રોટરેકટ, 28 ગામ મોદી ભાટીયા સમાજ અને કોંગ્રેસ ઓબીસી મોરચા દ્વારા ઇનામ વિતરણ કરાશે.
અન્ય સમાચારો પણ છે...