તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ જિલ્લામાં સિધ્ધપુર અને સાંતલપુરમાં એક ઇંચ વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: પાટણ સહીત ઉત્તર ગુજરાતમાં 14 જુલાઇથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે ગુરૂવારે મધ્યરાત્રીથી કેટલાક વિસ્તારોમાં ધીમો વરસાદ શરુ થયો હતો જેમાં શુક્રવારે સિધ્ધપુર અને સાંતલપુર તાલુકામાં એક એક ઇંચ વરસાદ થયો હતો આ સીવાય પાટણ અને સરસ્વતી તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આખો દિવસ વરસાદી માહોલ રહયો હોઇ રાત્રે વરસાદ થવાની શકયતા છે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

પાટણ જિલ્લામાં ગુરૂવાર મધ્યરાત્રીથી ધીમો વરસાદ શરુ થયો હતો જેમાં સિધ્ધપુરમાં 9,પાટણમાં 4,ચાણસ્મા 2,શંખેશ્વરમાં 3 મીમી વરસાદ સવારે સાત વાગ્યા સુધીમાં થયો હતો. સવારથી સાંજ સુધીમાં સિધ્ધપુરમાં 24,પાટણ 13, સરસ્વતી 17, ચાણસ્મા 8, હારીજ 2, સમી 4, શંખેશ્વર 5, રાધનપુર 10 અને સાંતલપુરમાં 28 મીમી વરસાદ નોંધાયો હતો.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...