તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાતના પાસ કન્વીનર બદલાયા, હવે સુરેશ ઠાકરે જવાબદારી સંભાળશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ: ઉત્તર ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ સહિત નવ જિલ્લાના પાટીદાર આંદોલન સમિતિના કન્વીનરોની ગુરુવારે પાટણ ખાતે મળેલ બેઠકમાં અનામત આંદોલનની આગામી રણનીતિ અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ સાથે ત્રણ વર્ષથી ઉત્તર ગુજરાત પાસના કન્વીનર રહેલા નરેન્દ્રભાઇ પટેલે રાજીનામુ આપતા મહેસાણાના જ સુરેશ ઠાકરેને ઉત્તર ગુજરાત પાસ કન્વીનર અને સહ કન્વીનર તરીકે સાંબરકાંઠાના રવિ પટેલની વરણી કરવામાં આવી હતી. જ્યારે વરાણાથી પાટીદાર એકતા યાત્રા અગાઉ મુલત્વી રાખવામાં આવેલ હતી તે યાત્રા હવે છ મહીના બાદ હાર્દિક પટેલ આવ્યેથી યોજવાનું આયોજન બેઠકમાં કરવામાં આવ્યુ હતું.
પાટણ ખાતે વિશ્વાસ કોમ્પલેક્ષમાં પાટણ પાસ કન્વીનર કિરીટ પટેલના કાર્યાલય ખાતે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, ભૂજ જિલ્લા પાસ કન્વીનરોની ગુરુવારે બનાસકાંઠાના કન્વીનર શિવરામભાઇના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં પાસના મહિલા અગ્રણી રેશ્માબેન પટેલ સહિત પાસ કન્વીનરોએ ત્રણ મુદ્દા સંગઠન, યાત્રા સહિત ત્રણ મુદ્દે ચર્ચા કરી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી મહેસાણાના નરેન્દ્રભાઇ ઉત્તર ગુજરાતના કન્વીનર તરીકે કાર્યરત રહ્યા હતા. તેમની જગ્યાએ મહેસાણાના સુરેશભાઇ ઠાકરેને ઉ.ગુ પાસ કન્વીનર અને સહ કન્વીનર તરીકે સાબરકાંઠના રવિ પટેલની નિમણુક કરવામાં આવી હતી.
આ અંગે પાટણ પાસ કન્વીનર કિરીટભાઇ પટેલે જણાવ્યુ હતું કે, આજે નવ જિલ્લાના પાસ કન્વીનરોની બેઠક શિવરામભાઇના અધ્યક્ષ સ્થાને મળી હતી. ત્રણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ત્રણ વર્ષથી ઉ.ગુના કન્વીનર નરેન્દ્રભાઇએ સારી કામગીરી સંભાળી હતી પરંતુ તે સમય ન આપી શકતા સ્વેચ્છાએ રાજીનામુ આપેલ છે અને બેઠકમાં ઉ.ગુના કન્વીનર મહેસાણાના સુરેશભાઇ ઠાકરેને બનાવવામાં આવ્યા છે. વરાણાથી ઉમિયા માતા મંદિર સુધી અગાઉ પાટીદાર એકતા યાત્રા કાઢવાની હતી. તે બાબતે ચર્ચા કરાઇ અને ગ્રામીણ કક્ષાએથી ભાવિ સંગઠન બનાવવા અંગે પરામર્શ કરાયો છે. યુનિ.માં મહિલા અધ્યાપિકને જે ત્રાસ આપવામાં આવતો હતો તે બાબતે આદેવન આપી ઉકેલ નહિ આવે તો આંદોલન કરવા ચર્ચા કરી હતી.
સવર્ણોને સાથે લઈને અનામત આંદોલન ચાલુ રખાશે
ઉત્તર ગુજરાતના નવા વરાયેલ પાસ કન્વીનર સુરેશભાઇ ઠાકરેએ જણાવ્યુ હતું કે, પાસ કન્વીનર તરીકે મને સેવા કરવાનો મોકો આપ્યો છે. આ સેવા હું પાટીદાર આગેવાન હાર્દિક પટેલ જે વિચારો લઇને નીકળ્યા હતા અને ગુજરાતમાં સમાજને એક કર્યો છે. તેમના વિચારોને આગળ ધપાવીશું ભવિષ્ય્માં વરાણાથી યાત્રા નીકળવાની છે તે છ મહિના બાદ હાર્દિક પટેલના નેજા હેઠળ નિકળશે. અમે ગામે ગામે સંગઠન મજબૂત બનાવીશું, ભવિષ્યમાં અમારી પાસ કમિટી સવર્ણોને સાથે લઇને અનામત આંદોલન ચાલુ રાખશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો