તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાત બન્યું શ્રીજીમય: ડીજેના તાલે યુવાનોએ કરી ગણેશજીની વિસર્જનયાત્રા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા/પાલનપુર/પાટણ /હિંમતનગર: સમગ્ર ઉત્તર ગુજરાત હાલ ગણેશ મહોત્સવના રંગે રંગાયુ છે,બાપ્પાની ઠેર ઠેર વિસર્જન યાત્રાથી વાતાવરણ ભક્તિમય બન્યું છે,પાલનપુર હનુમાન ટેકરી ગણેશ મહોત્સવમાં શુક્રવારે ભવ્ય શોભાયાત્રા નિકાળી વિસર્જન કરવા માટે લઇ જવાયા હતા. યાત્રા સમયે ભક્તો દ્વારા ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ આના...ના નારા લગાવી સમગ્ર માહોલને ગણપતિ દાદામય બનાવી દીધો હતો. સિધ્ધપુરમાં ગણેશ ઉત્સવને લઇને ઠેર-ઠેર વિસર્જન યાત્રાઓ નીકળી હતી. છેલ્લા ત્રણ દિવસથી નર્સિંગ કોલેજમાં ચાલતા ગણેશ ઉત્સવનું સમાપન થયુ હતુ અને ડીજેના તાલે ગણપતિની વિસર્જનયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ જોડાઇ હતી જેને બ્રહ્માંડેશ્વર ઘાટ ખાતે ગણપતિજીની ઇકો ફ્રેન્ડલી મુર્તિનું વિસર્જન કરાયુ હતું.
ગણેશ પ્રતિમાનું સપ્ટેશ્વર નદીમાં વિસર્જન કરાયું હતું
મહેસાણાના આસ્થાવિહાર ફ્લેટ આગળ ગણેશ મહોત્સવની ઊજવણી કરાઈ હતી. પૂજા-અર્ચના સાથે રાસ-ગરબાની રમઝટ જામતી હતી. ધામધૂમથી ગણેશ પ્રતિમાનું સપ્ટેશ્વર નદીમાં વિસર્જન કરાયું હતું.બાસણા ગામે કાશી શ્વનાથ મહાદેવ મંદિરની બાજુના તળાવમાં ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરાયું હતું.
સુદાસણામાં રાજપુત સમાજ દ્વારા ગણેશની મૂર્તી વિસર્જન યાત્રા કાઢવામાં આવી
સતલાસણા તાલુકાના નવા સુદાસણામાં રાજપુત સમાજ દ્વારા પાંચ દિવસની સેવા-પૂજા બાદ શુક્રવારે ગજાનન ગણેશની મૂર્તી વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. પીળા રંગના વસ્ત્રો પરિધાન કરી રાજપુત યુવાન ભાઇ-બહેનોએ મોટી સંખ્યામાં મોકેશ્વર જઇ સરસ્વતીના પ્રવાહમાં મૂર્તી વિસર્જન કર્યુ હતું. ખેરાલુના ખોખરવાડા ઠાકોરવાસ ખાતે સ્થાપના કરાયેલ ગણેશ મૂર્તિનું શુક્રવારે બનાસકાંઠાના વિશ્વેશ્વર ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઠાકોરવાસના લોકો મોટી સંખ્યામાં વિસર્જન યાત્રામાં જોડાતાં માર્ગો ગણપતિ બાપા મોરીયાના નાદથી ગૂંજી ઉઠ્યા હતા.
સાતલપુરમાં પણ ગણેશદાદાની વાજતે-ગાજતે મૂર્તિ વિસર્જન યાત્રા નીકળી
પાટણ શહેરમા ગણેશચતુર્થીએ દુધાળાદે ગણપતી દાદનુ રંગેચંગે સ્થાપનબાદ વીર્સજન અવસર આવ્યો છે. ત્યારે શહેર મા પાચં દિવસ ગણપતીદાદાનુ પુજન અર્ચનબાદ શૂકવારે વીર્સજનયાત્રા નીકળી હતી. રાધનપુરમાં ગણેશજીની વાજતે-ગાજતે મૂર્તિ વિસર્જન યાત્રા નીકળી હતી.સાતલપુરમાં પણ ગણેશદાદાની વાજતે-ગાજતે મૂર્તિ વિસર્જન યાત્રા નીકળી હતી.
ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે લોકો હાથમતી નદીનું પાણી ગંદુ હોવાથી ગણેશ વિસર્જન માટે સપ્તેશ્વર પહોંચ્યા હતા

હિંમતનગરમાં શુક્વારે ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે લોકો હાથમતી નદીનું પાણી ગંદુ હોવાથી ગણેશ વિસર્જન માટે સપ્તેશ્વર પહોંચ્યા હતા.મોડાસા તાલુકાના ગણેશપુરકંપા ગામે રાસગરબાની રમઝટ સાથે વાજતે ગાજતે બાપા મોરીયાનું વિસર્જન કરાયું હતું.મોડાસાના સાંઇ ગ્રુપ યોજીત ગણેશ મહોત્સવમાં અશ્વિનકુમાર પાઠક દ્વારા સુંદરકાંડ યોજાતાં હજારો ભક્તજનો જોડાયા હતા.નાનીઇસરોલ ગામે યુવાનો દ્વારા ગણેશ વિસર્જન યોજાયું હતું. શેરીઓમાં નાચ-ગાન સાથે વાજતે ગાજતે નજીકની મેશ્વો નદીમાં કરાયું ત્યારે ભક્તો જોડાયા હતા.હિંમતનગરના તીતપુર ગામે ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિએ લોકોએ ગણપતિ બાપાની મૂર્તિને વાજતે ગાજતે વિદાય આપી હતી.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો