તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ: પાલિકા પ્રમુખના પતિ અને વેપારી વચ્ચે મારામારી થઇ સીસીટીવીમાં કેદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: પાટણ પાલિકા પ્રમુખના પતિ રાકેશ પટેલ અને પાલિકા બજારના વેપારી સંદિપ રાવલ સોમવારની સાંજે પાલિકામાં જ છુટ્ટા હાથની મારામારી પર આવી જતા હોબાળો મચ્યો હતો. તંત્રએ દબાણો હટાવવાના ભાગ રૂપે કબજે લીધેલી 9 લારીઓના મામલે લારીવાળા અને વેપારી સંદિપ રાવલ પાલિકામાં પહોંચ્યા ત્યારે આ ઘટના બની હતી. બંને પક્ષોએ પોલીસ સમક્ષ રજુઆત કરી છે.

વેપારીના સમર્થનમાં મંગળવારે પાલિકા બજારે બંધ પાળ્યો
પાટણ શહેરના પાલિકા બજાર બહાર ઉભી રહેતી લારીઓ વેપારી સંદીપ રાવલની વારંવારની રજુઆત બાદ પાલિકાતંત્ર દ્વારા જપ્ત કરાયા પછી સોમવારે મોડી સાંજે નગરપાલિકા ખાતે પ્રમુખને મળવા જતી વખતે વેપારી અને પ્રમુખના પતિ તેમજ લારીધારકો વચ્ચે મારામારી સર્જાતા હોબાળો મચી જવા પામ્યો હતો.મંગળવારે વેપારીના સમર્થનમાં પાલિકા બજારમાં કેટલાક વેપારીઓએ બંધ પાળીને અધિક નિવાસી કલેકટર સમક્ષ લારીવાળા સામે કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.

પ્રમુખના પતિ અને વેપારી વચ્ચે હાથાપાઇ
સોમવારે સાંજે નગરપાલિકા સંકુલમાં પાલિકા બજારના લારીધારકો ગયા હતા ત્યારે સાંજે 6.30 વાગ્યાના અરસામાં પાલિકા બજારના વેપારી સંદીપ રાવલ પણ પ્રમુખને મળવા પહોચ્યા હતા તેઓ પ્રમુખની ચેમ્બર તરફ જતા હતા ત્યારે લારીવાળા સાથે ચકમક ઝરી હતી જ્યાં પ્રમુખ જાગૃતિબેન પટેલના પતિ રાકેશભાઇ અને વેપારી સંદીપરાવલ વચ્ચે ઝપાઝપી,હાથાપાઇ થતા હોબાળો મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં બાદમાં એ ડીવીઝન પોલીસ દોડી આવી હતી.
આગળની સ્લાઇડમાં જુઓ પ્રમુખના પતિ અને વેપારી વચ્ચે હાથાપાઇની તસવીરો...
અન્ય સમાચારો પણ છે...