તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાજમાં અંદરોઅંદર ઘર્ષણ કરાવવાનું કામ કોંગ્રેસ કરાવી રહી છે : મંત્રી દિલીપ ઠાકોર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શંખેશ્વર: શંખેશ્વર ખાતે તાલુકા ભાજપ દ્વારા નવિન વરણી થયેલ કેબિનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોર,કંડલાપોર્ટના ટ્રસ્ટી ભરતભાઇ રાજગોર, જિલ્લા પ્રભારી કેશાજી ચૌહાણ, ધારાસભ્ય રણછોડભાઇ રબારી અને નાગરજી ઠાકોરને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા તાલુકા ભાજપના તમામ સમાજના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા મંત્રીઅોને ધારાસભ્યોને ફુલહાર પાઘડી તલવાર લાકડીથી સન્માન કરવામાં આવ્યુ હતું.
કોંગ્રેસમાં રડ્યું ખડ્યું ભાંગી પડવા લાગ્યુ છે
સન્માન સમારોહમાં જિલ્લા પ્રભારી કેશાજી ચૌહાણે આનબાન શાનથી ચુંટણી રણમેદાનમાં કાર્યકરોને કામે લાગવા હાકલ કરી હતી. જ્યારે કેબિનેટ મંત્રીએ જણાવ્યુ કે કોંગ્રેસમાં રડ્યું ખડ્યું ભાંગી પડવા લાગ્યુ છે ત્યારે સમાજોને અંદરોઅંદર ઘર્ષણ કરાવવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. તેમણે જણાવ્યુ કે સન્માનથી અમારી જવાબદારી વધી જાય છે. સાથે સાથે જિલ્લા પદાધિકારીઓને પક્ષના કામમાં સારા માણસોનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી હતી . સમારોહમાં તાલુકા જિલ્લાના પદાધિકારીઓ કાર્યકરો તેમજ જિલ્લા મહિલા મોરચા અગ્રણી પુષ્પાબેન ઠાકોર,ડેલીગેટ સુંડાજી ઠાકોર જગદીશભાઇ ડાભી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો