તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં બજારો સદંતર ખુલ્લા રહ્યા : સાંજે નારેબાજી સાથે રેલી આવેદનપત્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ:  મહેસાણાની પોલીસ કસ્ટડીમાં બલોલના કેતન પટેલના મોતની ઘટનાના પગલે પાટણ ખાતે  પાટીદાર એકતા સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા બગવાડા દરવાજાથી કલેકટર કચેરી સુધી   રેલી યોજી  ગુજરાત પોલીસ અને ભાજપ સરકાર વિરોધી સુત્રોચાર ગજવ્યો હતો. બાદમાં કલેકટરને આવેદનપત્ર આપી પાટીદાર યુવાનની મોતની ઘટનામાં જવાબદારો સામે હત્યાનો ગુનો નોંધવા અને આગામી બે દિવસમાં નિર્ણય લેવામાં નહિ આવે તો ભગતસિંહના માર્ગે ઉગ્ર આંદોલન કરવાની  ચિમકી આપવામાં આવી હતી.
 
ઉત્તર ગુજરાત બંધ ના એલાનની જાહેરાત થતા ગુરુવારે સવારે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પાટીદાર યુવકોએ ટાયરો સળગાવીને તિરૂપતિ માર્કેટની દુકાનો બંધ કરાવવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે પાટણમાં બંધનું એલાન ન હોઇ તેઓને અટકાવી દેવાયા હતા. આખો દિવસ દુકાનો ખુલ્લી રહેતા બજાર ધમધમતુ રહ્યુ હતુ. બંધના એલાનની કોઇ અસર દેખાઇ ન હતી.

સાંજે નિકળેલ રેલીમાં પાસના  કિરીટભાઇ પટેલ,  હાર્દિક પટેલ,વિ.કે.પટેલ,કાનજીભાઇ દેસાઇ, મહેન્દ્રભાઇ પટેલ, , રાજુલ પટેલ, ચંદનજી ઠાકોર,અશ્વિન પટેલ, અલકેશ દેસાઇ,  અનિલ પરમાર, કોકિલાબેન પરમાર, હિનાબેન દવે, મીનાબેન પટેલ વગરે જોડાયા હતા.  પોલીસ અને એચઆરપી ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચેે નારા ગજવતી  રેલીમાં ગુજરાત પોલીસ હાય હાય, ભાજપ સરકાર હાય હાય હાય, કે.સી. પટેલ હાય હાય ,હાયરે મોદી હાય હાય જેવા સુત્રોચાર સાથે જય સરદારના નારા પણ લાગ્યા હતા.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
 
અન્ય સમાચારો પણ છે...