તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્વપુરમાં મોડી સાંજે જિગ્નેશ મેવાણીએ સભા સંબોધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિધ્ધપુર: દલિત અધિકાર મંચના અગ્રણી જિગ્નેશ મેવાણી ગુરૂવારે સાંજે સિધ્ધપુર આવી પહોંચ્યા હતા અને નવાવાસમાં સમાજના લોકો સાથે બેઠક યોજી હતી. કોઇ સભા કરવાના નથી પણ રાત્રી રોકાણ સિધ્ધપુર ખાતે કરી શુક્રવારે ધાનેરા તરફ રવાના થશે.

અત્રે 30 જેટલા યુવકો સાથે આવી પહોંચેલા જિગ્નેશ મેવાણી રામદેવપીર મંદિરે રોકાયેલા છે તેઓ એ 18 જુલાઇએ ધાનેરા ખાતે યોજાનાર સંમેલનમાં ઉમટી પડવા હાકલ કરી હતી. તેઓએ ઉના અને તે પછી દેશમાં જે અત્યાચારો થઇ રહયા છે તેને લઇ કેન્દ્ર સરકારને પાઠ ભણાવાશે તેમ જણાવ્યું હતું.તેના આગામનને લઇ સવારથી પોલીસ હરકતમાં હતી. જોકે અટકાયત કરવો પડે તેવો કોઇ કાર્યક્રમ અપાયો નથી તેમ પીઆઇ જે.બી.પંડીતે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...