પાટણ શહેર સહિત જિલ્લામાં રાધનપુર, સિદ્ધપુર, વારાહીમાં ભાજપની ત્રિરંગા યાત્રા નીકળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: પાટણ શહેરના રેલ્વેસ્ટેશન પાસેથી સોમવારે શહેરભાજપની ત્રિરંગા બાઇકયાત્રા નીકળી હતી. જેને પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને પ્રભારી મંયકભાઇનાયકના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું

સિદ્વપુર શહેરમાં  ત્રિરંગા યાત્રાની શરૂઆત ભાજપના જિલ્લા પ્રભારી મયંકભાઇ નાયક, શહેર  ભાજપ પ્રમુખ મનીષભાઇ આચાર્ય, જિલ્લા યુવા- મોરચા પ્રમુખ નીલેષ રાજગોર, મિહિર પાધ્યા ,રિકુંભાઇ પટેલ, વિષ્ણુભાઇ પટેલ સહિત જોડાયા હતા.

રાધનપુર ખાતે સોમવારે ભાજપ દ્વારા ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. રાધનપુર શહેરમાં ગાયત્રી મંદિરથી ત્રિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ, મહામંત્રી પ્રવિણભાઇ મહાલક્ષ્મી, ઉપપ્રમુખ સુરજગીરી ગોસ્વામી, ઈસુભા મલેક, ર્ડા.વિષ્ણુ ઝુલા, બાબુભાઇ ચૌધરી સહિત હાજર રહ્યા હતા.
 
 વારાહીમાં ભાજપ દ્વારા ત્રિરંગા રેલી કાઢવામાં આવી હતી. જેમાં ભરતભાઇ રાજગોર, જિલ્લા પ્રભારી મયંકભાઇ નાયક, પ્રવિણભાઇ મહાલક્ષ્મી, સૂરજગીરી, ભાજપ પ્રમુખ સકતાભાઇ ચૌધરી, પ્રકાશભાઇ, ખાનુભા વાઘેલા, અરજણભાઇ સહિત કાર્યકરો જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...