પાટણમાં પુત્રએ પૈસા લેવા બાબતે પિતાને માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ: પાટણ આવેલી સ્ટેટ બેન્ક શાખામાં પૈસા ઉપાડવા આવેલા આધેડ તેજ અરસામાં તેનો દીકરા આવી જતા કહેલ કે મારી પાસે પૈસા નથી મને વાપરવા પૈસા આપો તેમ કહીને આધેડ કહેલ તારે કામ ધંધો કરવો નથી તે કહેતા ઉશ્કેરાઇ દીકરાઅે પિતાને માર માર્યો હોવાની પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાટણ તાલુકાના મણુંદ ગામે હાલમાં પાટણ રહેતા પટેલ બાબુભાઇ લલ્લુભાઇ સોમવાર 4:30 કલાકના અરસામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખા પાટણ ખાતે તેમના બેન્ક ખાતામાંથી પૈસા લેવા ગયેલ  હતા તે વખતે તેમનો દીકરો હાર્દિક પટેલ ત્યાં આવીને કહ્યું કે મને મારી દવા કરાવવા તેમજ મને વાપરવા માટે પૈસા આપો.

 

પથ્થર મારી ઇજાઓ કરી

 

તેના પિતા બાબુભાઇ પટેલ ગાળો બોલી કહેલ કે મારી પાસે પૈસા નથી. તુ કંઇ કામ ધંધો કરતો નથી અને રખડતો ફરે છે તેમ કહેતા દિકરો ઉશ્કેરાઇ જઇને તેના પિતા ફેટ પકડી નીચે પાડી ગડદાપાટુનો માર મારી તેમજ પથ્થર મારી ઇજાઓ કરી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પાટણ એ ડીવીઝન પોલીસ મથકે દીકરા હાર્દિક સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ હેડ કોન્સ્ટેબલ  ભરતસિંહ વિરસિંહ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...