તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં વહેલી પરોઢે વરસાદી ઝાપટા, મકાન ધરાશયી થતા મહિલા દટાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ, હારીજ, રાધનપુર: શુક્રવારે રાત્રે વાતાવરણમાં આવેલા પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ કડીમાં એક કલાકમાં ખાબકતાં 10થી વધુ સોસાયટીઓના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. જેથી રહીશોએ રાતજગો કરવો પડ્યો હતો. જ્યારે પાટણ જિલ્લાના હારિજમાં 1 ઇંચ વરસાદ થયો હતો.અને રાધનપુરમાં 8મીમી સધી વરસાદ વરસ્યો હતો. જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં એક કલાકમાં સવા 2 ઇંચ અને વડાલી તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો.

અમીરગઢ પંથકમાં વીજળી પડતાં 8 પશુનાં મોત

બનાસકાંઠામાં અમીરગઢ પંથકમાં વીજળી પડતાં 8 પશુનાં મોત થયાં હતાં. જ્યારે ભાભર, દાંતા, દાંતીવાડા, ડીસા, કાંકરેજ, પાલનપુર, થરાદ, વાવ, વડગામ, લાખણી, સૂઇગામ અને શિહોરીમાં 1 થી 19 મીમી સુધી વરસાદ પડ્યો હતો. પાટણ જિલ્લાના હારિજમાં 1 ઇંચ વરસાદ થયો હતો. અને રાધનપુરમાં 8મીમી સધી વરસાદ વરસ્યો હતો. પાટણમાં ખડા ખોટડીના પાડામાં રમણલાલ પંચાલનું જૂનું મકાન ધરાશાયી થતાં ભાવનાબેન પંચાલ નામની મહિલા દટાઇ હતી, જેને બહાર કાઢી દવાખાને લઇ જતાં હાલત સુધારા પર હતી.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, વરસાદે નીચાણ વાળા વિસ્તારમા પાણી ભરાયા....
અન્ય સમાચારો પણ છે...