તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાતમાં ન આવી શકતા હાર્દિકે માફી માંગી, છ મહિના પછી ફરી મળીશું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(ફાઇલ તસવીર)
પાટણ: જેલમાંથી છૂટ્યા બાદ સૌરાષ્ટ્રમાં 24 કલાકના પ્રવાસ પછી ઉત્તર ગુજરાતમાં ન ફરી શકતા હાર્દિક પટેલે વીડીયો મેસેજ થકી પાટણ, ચાણસ્મા સહિત ઉત્તર ગુજરાતમાં ફરવાની તૈયારીઓ કરી હતી પણ ન ફરી શકતા તે બદલ કાર્યકરોની માફી માગુ છું અને તમારા ઉત્તર ગુજરાતમાં છ મહિના પછી ફરી મળીશું તેવા સંદેશા સાથે સંગઠન જાળવી રાખવા હાકલ કરી હતી.

પરપાટીદારોનું વર્ચસ્વ મહત્વનું છે, છ મહિના બાદ ફરી મળવાની ખાત્રી

હાર્દિકના 1.13 મિનિટના વિડીયો મેસેજમાં ઉત્તર ગુજરાતના તમામ કન્વિનર, કાર્યકરોને જય સરદાર કહીને જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્રમાં 24 કલાક ફર્યા બાદ ઉત્તર ગુજરાતમાં ન ફરી શકતા માફી માગુ છુ. નરેન્દ્રભાઇ, પાટણ કિરીટભાઇ, લાલભાઇ, અશોકભાઇ સહિત કન્વીનરો, કાર્યકરોએ સરાહનીય તૈયારી કરી હતી. છ મહિના પછી ઉત્તર ગુજરાતમાં ફરી મળીશુ. ઉત્તર ગુજરાતમાં પાટીદાર સંગઠન જાળવી રાખજો.

સંગઠન અકબંધ રાખવાના પ્રયાસો

કોઇ આરોગ્યમંત્રી આવીને પાટીદારોની તાકાત તોડી ના જાય તેનુ ધ્યાન રાખવુ. આવનાર દિવસોમાં સંગઠન ન તૂટે તેવા પ્રયાસો કરવા. પાટીદારોની તાકાત વર્ચસ્વ, સંગઠન અકબંધ રાખવું અને 2017માં સમય આવતા વોટબેંક તરીકે ઉપયોગ કરવો. હિંમતનગર, વિજાપુર, વિસનગરના કાર્યકરોનો આભાર. નરેન્દ્રભાઇ ઉત્તર ગુજરાતના કન્વીનરને સહોગ આપવા વિનંતી કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો