તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૂર્કીમાં તોફાનોથી 400 કિ.મી.દૂર ગુજરાતનો ટેનિસ સ્ટાર મેઘ વર્લ્ડ સ્કૂલ ગેમ્સમાં ઝળક્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ/મહેસાણા:મહેસાણા જિલ્લાના ખંડોસણની વતની વૈદેહી ચૌધરીએ તુર્કીમાં યોજાયેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ગેમ્સ-2016માં બહેનોના લોન ટેનિસ વ્યક્તિગત વિભાગમાં વિશ્વ ચેમ્પિયન બની ગોલ્ડમેડલ મેળવી મહેસાણાને ગૌરવ અપાવ્યું છે. ઉપરાંત વૈદેહી તથા તેની પિતરાઈ બહેન ઋત્વીએ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે. વિસનગર તાલુકાના ખંડોસણના વતની અને ડીસાના ઝેરડા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ માનસિંહભાઈ ચૌધરીની પુત્રી વૈદેહી તથા ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા તેમના મોટાભાઈ રમેશભાઈની પુત્રી ઋત્વી ગાંધીનગરની આર.જી.કન્યા વિદ્યાલયમાં ધો.11માં અભ્યાસ કરે છે.
સ્કૂલ ગેમ્સમાં ગુજરાતને નેશનલ ચેમ્પિયન બનાવનાર આ બહેનોની 12થી 18 જુલાઈ દરમિયાન તુર્કીના ટ્રેબઝોન શહેરમાં યોજાયેલી ઈન્ટરનેશન સ્કૂલ ગેમ્સમાં ઈન્ડિયાની ટીમમાં પસંદગી થઈ હતી.આ ગેમ્સમાં લોન ટેનિસની બહેનોની વ્યક્તિગત ઈવેન્ટમાં શનિવારે ફાઈનલ મેચમાં વૈદેહીએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી યજમાન દેશ તુર્કીની ઓઝ આઈપેકને 6-3, 6-2થી હરાવી શાનદાર વિજય સાથે ગોલ્ડમેડલ મેળવ્યો હતો. જ્યારે વૈદેહી તથા ઋત્વીની ટીમે લોન ટેનિસની બહેનોની ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, બંને બહેનો અમદાવાદની ઓલ ઈન્ડિયા સ્પોર્ટ્સ એકેડેમી (એઆઈએસએ)માં ટેનિસની તાલીમ મેળવે છે.વૈદેહીના પિતા સુરેશભાઈએ જણાવ્યું હતું કે, તુર્કીમાં ટ્રેઝબોનથી 400 કિમી દૂર તોફાનો થયા હતા,રાજકીય અજંપાભરી સ્થિતિના કારણે શનિવારે ફાઈનલ મેચ અટકાવી દેવાઈ હતી. પરંતુ પાંચેક કલાક બાદ છેવટે મેચ શરૂ થઈ હતી. હાલમાં તેઓ અન્ય ખેલાડીઓ સાથે સલામત છે અને રવિવારે તેઓ ભારત આવવા રવાના થવાના છે.
વૈદેહી 35 થી વધુ રાષ્ટ્રિય સ્પર્ધામાં ઝળકી
-16 વર્ષથી નીચેની કેટેગરીમાં લોન ટેનિસ પ્લેયર તરીકે ભારતમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે
-અત્યાર સુધી વૈદેહીએ 35થી વધુ નેશનલ ટાઈટલ મેળવ્યા છે
- સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી શક્તિદૂત પ્લેયર તરીકે સ્કોલરશિપ મેળવે છે
-બંને બહેનો ખેલ મહાકુંભમાં છેલ્લા બે વર્ષથી ગોલ્ડમેડલ મેળવ્યો છે
-ગત વર્ષે રાજ્ય સરકારે બંને બહેનોને સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માનિત કરી હતી.

પુત્રીઓને પ્રોત્સાહિત કરવા બંને માતાઓએ શિક્ષિકાની નોકરી પણ છોડી દીધી હતી
વૈદેહીનાં માતા ઉષાબેન તથા ઋત્વીનાં માતા શારદાબેન શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં. જો કે, સંતાનોને અભ્યાસની સાથે સાથે રમત માટે પણ પ્રોત્સાહિત કરનાર બંને માતાઓએ શિક્ષકની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે અને હવે તે સંતાનો માટે જ પૂરતો સમય ફાળવે છે.
પાટણના ટેનિસ સ્ટાર મેઘ પટેલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો
પાટણ:તૂર્કીમાં યોજાઇ રહેલ વર્લ્ડ સ્કૂલ ગેમ્સમાં પાટણનો ટેનિસ સ્ટાર મેઘ પટેલ રમવા ગયો છે. બીજી તરફ તૂર્કીના બે શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જોકે આ બંને શહેરોથી આશરે 400 કિ.મી દૂર આવેલ ટ્રાબજોન શહેરમાં ચાલતી ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે મેઘ ભાર્ગવ પટેલ અને મોનીષની જોડીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. મેઘ સાથે તેના માતા-પિતાએ સવારે વાતચીત કરતા સ્પર્ધાના શહેરમાં કોઇ તકલીફ નથી અને સિક્યુરીટી આપવામાં આવી હોઇ હેમખેમ હોવાનો મેસેજ મળ્યો હતો. તેવું જણાવ્યું હતું.
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો