તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીના ગોધાણાની માયનોર કેનાલમાં 15 ફુટનું ગાબડું,170 વીધા જમીનમાં નુકશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી: સમી તાલુકાના ગોધાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની બાસ્પા,ભદ્રાડા, અમરાપૂરા માઇનોર કેનાલમાં ગોધાણા ગામની સીમમાં 15 ફુટ જેટલુ઼ ગાબડું પડતાં અને તેના પાણી આસપાસની 170 વીઘા જમીનમાં વાવણી કરેલા જીરાના પાકમાં ફરી વળતાં ગોધાણા ગામના ખેડૂતોની જીરાની ખેતી ધોવાઇ જતાં તેઓને મોટુ નુકશાન સહન કરવું પડશે અને પડતા પર પાટુ જેવી હાલત થવા પામી છે.
સમી પંથકમાં ગોધાણા ગામની સિમમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં 15 દિવસ પહેલા ગાબડુ પડયાની જાણ લેખિતમાં કરાઇ હતી. તે પછી રીપેરીંગ પણ કરાયું હતું. સોમવારે વહેલી સવારે 5 વાગ્યાના સમયે પાણી છોડાતા ફરીથી ગાબડુ પડી જતા ખેડૂતોએ વાવણી કરેલા 170 વિધામાં જીરાના પાક પર પાણી ભરી વળ્યા હતા.તેમજ પશુઓના ઘાસચારાના 12000 પુળા પણ પલળી ગયા હતા
અન્ય સમાચારો પણ છે...