1000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, 25 વાયરલેસ 10 મોબાઇલ ચાર્જ કરી રાધનપુર મોકલાયા
- 500 ગામમાંથી માત્ર 46 ગામોમાં વીજપુરવઠો ચાલુ કરી શકાયો
- જિલ્લામાં 300 થાંભલા પડ્યા : 33 માર્ગો હજુ પણ બંધ : 200થી વધારે પશુઓના મોત નિપજ્યા
પાટણ : જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના લીધે તમામ તાલુકાઓમાં લોકો અસરગ્રસ્ત થયા છે જેમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા અસંખ્ય લોકોને સલામત સ્થળે તંત્ર અને સામાજિક કાર્યકરો ગામલોકો દ્વારા ખસેડવમા આવ્યા હતા. નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેએ જણાવ્યા મુજબ સિધ્ધપુર શહેરમાંથી 500 લોકો, રાધનપુર તાલુકાના શબ્દલપુરાની આશ્રમશાળામાંથી 80 બાળકો, રાધનપુર શહેરમાંથી 150 કુટુંબો, ચાણસ્મામાં 150 વ્યક્તિઓને સલામત સ્થળે આશ્રય આપી તેમને જમવાના ફુડપેકેટની વ્યવસ્થા કરવા તંત્ર દવારા કરવામાં આવી છે.
પાટણ શહેરના ચાર નીચાણવાળા વિસ્તારમાં વરસાદના ધસમસતા પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા માલસામાન અને ઘરવખરીને નુકશાન થયું હતું. જોકે લોકોના જીવ બચાવી લેવા ભયજનક જગ્યાએથી 2389 લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા. પાટણ શહેર સહિત જિલ્લાને છેલ્લા ત્રણ દિવસના અનાધાર વરાસદે રીતસર બાદમાં લીધો હોય એમ લોકોનું જનજીવન અસરગ્રસ્ત થયું હતું. જેમાં પાંચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી 134 પશુના મોત નિપજ્યાનો પ્રાથમિક રિપોર્ટ જિલ્લા પશુ ચિકિત્સકમાં નોધાયો હતો.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ઉગમણાવાસમાં પાણી ધસી આવતા 15 પરીવારોને ગામની બ્રહ્મ સમાજની વાડીમાં આશ્રય આપી ગામલોકો દ્વારા તેમના માટે રસોડુ શરૂ કરવામાં આવ્યુ હતું. પાટણ તાલુકાના કુણઘરેમાં 50, સુજનીપરમાં 50, બાલીસણાના 105 વ્યકતિઓને સુરક્ષીત સ્થળે લઇ જવાયા છે. પાટણ તાલુકાના સાંપરા ગામ ગરતે પાણી થઇ જતા તેનો સંપર્ક મંગળવારથી બંધ થઇ ગયો હતો. જેમાના 250 લોકો પરા વિસ્તારમાં ફસાઇ ગયા હતા જેઓ માટે રામરહીમ સંસ્થા પાટણની મદદથી ભોજન પહોચાડવામાં આવ્યુ હતું.
કેટલીક વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....