તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારપુર સિવિલમાં દર્દીની માતાએ તબીબને લાફો માર્યો, છાત્રો સ્ટ્રાઇક પર ઉતરી આવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ: ઉંઝાના એક યુવાનએ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થ તેની માતા ધારપુર હોસ્પિટલમાં લઇ આવી હતી.જ્યાં ઇમરજન્સી વોર્ડમાં ફરજ પરના મહિલા ર્ડોકટર અંકિતા પટેલે દર્દીને ઇન્જેકશન આપતાં દર્દીને સહેજ ઝાખુ દેખાતું હોવાનું કહેતાં દર્દીની માતા ઉશ્કેરાઇ ગઇ હતી અને ર્ડાક્ટર અંકીતા પટેલને લાફો મારી દેતા ભારે હોબાળો મચી ગયો હતો.જેના કારણે ર્ડાક્ટર અને MBCSના છાત્રો સ્ટ્રાઇક પર ઉતરી આવ્યા હતા. જોકે મહીલાના પતિએ આએમઓ સામે માફી માગતાં મામલો શાંત પડ્યો હતો.
મારા દિકરાને કેમ ખોટી દવા કરો છો,કયું ઇન્જેક્શન આપ્યું છે, ઉશ્કેરાયેલી મહિલાએ મહિલા તબીબને લાફો મારી દીધો
ધારપુર હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સોમવારે સવારે ઝેરી દવા પી આવેલ ઉંઝાના 22 વર્ષીય દર્દી કિશોરકુમાર રાવળની સારવાર ચાલુ હતી અને મહિલા ર્ડાકટરે દર્દીને ઇન્જેકશન આપ્યુ હતું. ત્યારે દર્દીની માતાએ ગાળાગાળી કરી મારા દિકરાને કેમ ખોટી દવા કરો છો,કયું ઇન્જેક્શન આપ્યું છે તેમ પૂછતાં ર્ડાકટરે અમે ખોટા ઇન્જેકશનો ના આપીએ તેમ કહેતાં ઉશ્કેરાયેલી મહિલાએ મહિલા તબીબને લાફો મારી દીધો હતો. આ દરમ્યાન ઉપસ્થિત સ્ટાફ એકત્રિત થઇ સ્ટ્રાઇક પર આવી ગયો હતો.
એમબીસીએસના છાત્રોએ ર્ડાકટરના સમર્થનમાં દેખાવો કર્યા
એમબીસીએસના છાત્રોએ ર્ડાકટરના સમર્થનમાં દેખાવો કર્યા હતા અને બપોરે 12થી 1વાગ્યાના અરસામાં કામ થંભી ગયું હતું. ર્ડાકટર અંકિતા પટેલે બાલીસણા પોલીસને લેખિત રજુઆત આપી હતી.જોકે જેને પગલે પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.જોકે મહીલાના પતિએ આએમઓ સામે માફી માગતાં મામલો શાંત પડ્યો હતો. અને દર્દીને આ અંગે પૂછતા ઇન્જેકશન પછી ચક્કર આવ્યા હતા અને સહેજ ઝાખુ દેખાતું હોવાથી તેની માતા ઉશ્કેરાઇ ગઇ હતી,જોકે હવે તબીયત ઠીક હોવાનું તેણે કહ્યું હતું.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો