તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી કેસમાં ઠાકોર નિગમના ચેરમેન સહિતના આરોપીની ધરપકડ કરવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 પાટણ:  સિદ્વપુર તાલુકાના દશાવડા ગામે તા. 18 મી ઓગસ્ટના રોજ ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના ચેરમેન સહિત અન્ય ચાર શખ્સો દ્વારા ધનાવાડાની સિમમાં રહેતા ઠાકોર પિતા-પુત્ર ઉપર કરાયેલા ફાયરીંગ સહિતના જીવલેણ હુમલામાં એક પણ આરોપીની આજદિન સુધી પોલીસ દ્વારા ધરપકડ નહિ કરાતા અને ઇજાગ્રસ્ત ઠાકોર શખસને ધારપુર સિવિલમાંથી તબીબો દ્વારા ડીસચાર્જ કરવાની અપાતી ધાક ધમકીને પગલે સાથે રજુઆત કરવામાં આપી હતી. અને આ કેસની તપાસ ઉચ્ચ અધિકારીને સોપવા માંગ કરી હતી.

 ધનાવાડાની સિમમાં આવેલ ખેતરમાં રહેતા ઠાકોર ઉદેસિંહ હાલાજી અને તેના પુરા ઠાકોર ધર્મેશજી ઉદેસિંહ તા. 18 મી ઓગસ્ટના રોજ સાંજના સુમારે પોતાનું ટ્રેકટર લઇ આવી રહ્યા હતા. ત્યારે દશાવાડા ગામના રહિશ અને ગુજરાત કોળી - ઠાકોર વિકાસ નિગમના ચેરમેન નંદાજી વાધાજી ઠાકોર, વિભાજી વાધાજી ઠાકોર, વિરમાજી વાધાજી ઠાકોર, જકસીજી જોગાજી ઠાકોર અને નરસિંહજી નંદાજી ઠાકોર દ્વારા પીસ્તોલ બંદુક પાઇપ છરી હોકી જવા જીવલેણ હથિયારો વડે હિંચકારો હુમલો કરી ઠાકોર ઉદેસિંહ અને તેમના પુત્ર ઠાકોર ધર્મેશજીને ગંભીર ઇજાઓ પહોચાડી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં ઇજાગ્રસ્ત બનેલા ઠાકોર ઉદેસિંહ ધ્વારા કાકોશી પોલીસ મથકે ફરીયાદ નોંધાવામાં આવી હતી.

 જે ફરીયાદને લઇ પીએસઆઇ સોલંકીએ તપાસ હાથ ધરી હતી. પરંતુ આરોપી નંદાજી ઠાકોર ગુજરાત કોળી ઠાકોર વિકાસ નિગમના ચેરમેન હોય અને રાજકિય વગ ધરાવતા હોય એકપણ આરોપીઓની આજદિન સુધી અટકાયત નહી કરાતા અને ધારપુર હોસ્પિટલમાં ગંભીર ઇજાઓને લઇ સારવાર લઇ રહેલા ઠાકોર ઉદેસિંહને તબીબો ધ્વારા ડીસચાર્જ થઇ જવાની ધાકધમકી અપાતી હોવાની સાથે કાકોશી પીએસઆઇ સોલંકીની અન્યત્ર બદલી કરી તેમની જગ્યાએ આ કેસની તપાસ અન્યને સોપવાની બાબતે મંગળવારના રોજ પિડીત પરીવારના મોટાભાઇ ઠાકોર ચતરાજી હાલાજી સહિત 30 થી 35 જેટલા પરીવારના સભ્યોએ નાયબ કલેકટર બી.જી. પ્રજાપતિએ આ બાબતે કલેકટરને અવગત કરી યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.
 
અન્ય સમાચારો પણ છે...