તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેતન કસ્ટડીયલ ડેથ અંગે CMનું નિવેદન: સરકાર કોઇને બચાવા નથી માંગતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસાણામાં પાટીદાર યુવાનની કસ્ટોડિયલ ડેથના મામલે કોંગ્રેસ મોત પર રાજકારણ ખેલી રહી છે તેવા આક્ષેપ કર્યો હતો. ત્રણ દિવસથી નીતીનભાઇ સરકાર તરફથી વારંવાર ચોખવટ કરી રહ્યા છે. પરીવારની માંગણી મુજબ ડોક્ટરો દ્વારા પીએમ વીડીયો ગ્રાફી વચ્ચે કરાયું છે. યુવકનું મોત પોલીસ કસ્ટડીમાં નહી પણ જ્યુડીશીયલ કસ્ટડીમાં થયું છે. જજને તેની તપાસ પણ સોપી છે. સરકાર કોઇને પણ બચાવવા માંગતી નથી તેમ તેઓએ જણાવ્યું હતું.

રાધનપુર ખાતે વિશાળ મેદાનમાં CMની જાહેર સભા

રાધનપુર તાલુકાના જુના પોરાણા ગામે બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે આવેલા મુખ્ય મંત્રીએ બાદમાં રાધનપુર ખાતે સુરભી ગૌશાળા પાસે આવેલા વિશાળ મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી. તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારો હતી. ત્યારે કુલ બજેટ 5000 કરોડ રૂપિયા રહેતું હતું. ભાજપા આવ્યા બાદ ગરીબ મજુર પીડીતો શોષીતો ખેડૂતોના વિકાસ માટે રૂ.1.71 લાખ કરોડનું બજેટ તૈયાર થયું છે. સરકારે 1000 કરોડના ટેકાના ભાવે મગફળી અને 600 કરોડના તુવર ખરીદ કરતાં ઉત્પાદકોને રાહત થઇ છે.

ડોક્ટરો દ્વારા પીએમ વીડીયો ગ્રાફી વચ્ચે કરાયું

મીડીયા સાથે વાત કરતાં મુખ્યમંત્રીએ મહેસાણામાં પાટીદાર યુવાનની કસ્ટોડિયલ ડેથના મામલે જણાવ્યું કે કોંગ્રેસ મોત પર રાજકારણ કરી રહી છે. ત્રણ દિવસથી નીતીનભાઇ સરકાર તરફથી વારંવાર ચોખવટ કરી રહ્યા છે. પરીવારની માંગણી મુજબ ડોક્ટરો દ્વારા પીએમ વીડીયો ગ્રાફી વચ્ચે કરાયું છે. યુવકનું મોત પોલીસ કસ્ટડીમાં નહી પણ જ્યુડીશીયલ કસ્ટડીમાં થયું છે. જજને તેની તપાસ પણ સોપી છે. સરકાર કોઇને પણ બચાવવા માંગતી નથી તેમ તેઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે અગ્રણીઓ કે.સી.પટેલ, નાગરજી ઠાકોર, મોહનભાઇ પટેલ, અરજણભાઇ રબારી, ભરતભાઇ રાજગોર, રણછોડભાઇ દેસાઇ, તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
 
(તસવીરો: સુનિલ પટેલ)
આગળની સ્લાઇડ્સમાં વાંચો, મુખ્યમંત્રીએ હળવેથી પુછ્યું શિક્ષકો સમયસર આવે છે, બાળકોએ કીધુ હા....
અન્ય સમાચારો પણ છે...