પાટણ-ચાણસ્મામાં 20 દુકાનોમાં ચોરી કરતી ગેંગના ત્રણ શખસો પકડાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: પંદર દિવસ અગાઉ ચાણસ્મા શહેરમાં તસ્કરોએ એકજ રાતમાં 10 દુકાનોનાં તાળા તોડી તરખાટ મચાવ્યો હતો. આ ઘટનામાં પોલીસે ત્રણ શખ્સોને પકડી પાડી તમામ દુકાનોની ચોરીનો ભેદ ઉકેલી નાખવા ઉપરાંત પુછપરછમાં પાટણ શહેરમાં થયેલી 10 દુકાનોની ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે. આ ચોરીની ઘટનામાં વધુ 5 શખ્સોના નામ ખૂલતાં તેઓને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા.

છેલ્લા બે માસમાં 20 દુકાનોમાં ચોરીની કબુલી, વધુ પાંચ શખ્સોના નામો ખૂલ્યાં

ચાણસ્મામાં બસ સ્ટેશન નજીક આવેલા શિવમ અને શિવ કોમ્પ્લેક્ષમાં પંદર દિવસ અગાઉ તસ્કરોએ તરખાટ મચાવીને એક સાથે 10 દુકાનોનાં તાળા તોડી રૂ.13,950ની મતાની ચોરી કરી ગયા હતાં.આ ઘટનાની જીગ્નેશકુમાર જીણાભાઇ યોગીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ ઘટનાને પગલે એસપી અશ્વિન ચૌહાણ અને એએસપી પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી ચાણસ્મા ઇન્ચાર્જ પીઆઇ એ.ટી.પટેલે પોલીસની ટીમો બનાવીને ચોરીમાં ગયેલા મોબાઇલની કોલ ડીટેઇલ મેળવીને તેમના બાતમીદારોના સંપર્કમાં રહી કડીઓ મેળવતાં પ્રથમ પાટણના અલ્પેશજી બળવંતજી ઠાકોરને પકડી પાડ્યો હતો.

તેની પૂછપરછમાં કોઇટાગામના વિરાજી ઉર્ફે વીરીયો ડાહ્યાજી ઠાકોર અને પાટણના પ્રતાપજી ઉર્ફે ચકો અમાજી ઠાકોરના નામ ખૂલતા આ બન્ને શખ્સોને ધિણોજ ગામેથી પકડી પાડી પૂછપરછ કરતા પાટણ શહેરનાં જુદા જુદા વિસ્તારમાં થયેલી 10 દુકાનોની ચોરીનો ભેદ ખૂલ્યો છે.

પાટણની કઇ ચોરીઓનો ભેદ ખૂલ્યો

- મૂળ ટોટાણાના અને હાલ પાટણ ખાતે રહેતા પ્રતાજી ઉર્ફે ચકો અમાજી ઠાકોરે તેના મિત્ર પાટણની શ્રમજીવીમાં રહેતા ટીનાજી, ટટ્ટુ ઠાકોર, હોલાજી ઠાકોર સાથે મળીને દાઢેક માસ અગાઉ પાટણમાં બ્રિજ પાસે આવેલા કિષ્ના પાર્લરમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે.
- વિરાજી  અને પ્રતાપજીએ તેમના  મિત્ર અલ્પેશજી બળવંતજી ઠાકોર સાથે મળી રાજમણી સોસાયટી પાસે ગુરૂદત પ્લાસ્ટીકની દુકાનમાં ચોરી કરી હતી.
- પ્રતાપજી ઠાકોરે તેનાં મિત્ર હોલાજી, મોન્ટું નાયી, ટટ્ટુ ઠાકોર, સુનિલ ઠાકોર સાથે મળી 1 માસ અગાઉ પાટણ જનતા હોસ્પિટલની બાજુમાં જીમી પાર્લરમાં ચોરી કરી હતી.
- વિરાજી ઠાકોર અને પ્રતાપ ઠાકોરે, ટીનાજી સાથે મળી 20 દિવસ અગાઉ પાટણ જલારામ મંદિરની બાજુમાં રાજ સેલ્સ મોબાઇલની દુકાનમાં ચોરી કરી હતી.
- પ્રતાપ ઠાકોરે તેના મિત્ર ટીના ઉર્ફે દલાલ અને હોલાજી  સાથે મળી અઢી માસ અગાઉ પાટણના નાગરવાડામાં આવેલા ચામુંડા પાર્લરમાં ચોરી કરી હતી.
- પ્રતાપ ઠાકોરે તેના મિત્ર ટીના, હોલાજી  સાથે મળી દોઢ માસ અગાઉ પાટણ નાગરવાડાના નાકા પાસે આવેલી ગુંગડી સેવા સહકારી મંડળીમાં ચોરી કરી હતી.
- પ્રતાપ ઠાકોરે ટીના, હોલાજી, ટટ્ટુ ઠાકોર, મોન્ટુ નાયી સાથે મળી દોઢ માસ અગાઉ પાટણ નાગરવાડામાં જુના ગંજના નાકા પાસે આવેલી માખીજા ટ્રેડર્સમાં ચોરી કરી હતી.
- પ્રતાપ ઠાકોર, ટીના, હોલાજી ઠાકોર, મોન્ટુ નાયીએ દોઢ માસ આગાઉ નાગરવાડા પાસે મમતાં મોલમાં ચોરી કરી હતી.
- પ્રતાપ ઠાકોર તેનો મિત્ર ટીના, હોલાજી ઠાકોર, ટટ્ટુ ઠાકોરે એક અઠવાડીયા અગાઉ પાટણ જ્ઞાનબાઇ પ્રસૃતિગૃહની સામેના કોમ્પલેક્ષના બિજા માળ ફેન્સીકો ટેલરમાં ચોરી કરી હતી.
- પ્રતાપ ઠાકોરે ટીના, હોલાજી ઠાકોરે, ટટ્ટુ ઠાકોર, મોન્ટુ નાયીએ બે માસ અગાઉ પાટણ પોસ્ટ ઓફિસ સામે આવેલાં કોમ્પલેક્ષમાં ગુરૂકૃપા દુકાનમાં ચોરી કરી હતી.
અન્ય સમાચારો પણ છે...