તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ APMCની ચુંટણીમાં ભાજપી દિગ્ગજોના ફોર્મ રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીમાં ડીરેકટરોની 14 બેઠકો માટે 26 જુલાઇએ યોજાનાર ચુંટણીમાટે ભરાયેલા 41 ઉમેદવારી ફોર્મની ચકાસણી ગુરૂવારે હાથ ધરાતાં તાલુકા ભાજપ પ્રમુખ સ્નેહલ પટેલ અને વેપારી એસો.પ્રમુખ હર્ષદ પટેલ સહીત અન્ય આગેવાનોના ફોર્મ રદ થતાં ભાજપના બે જુથો વચ્ચે ભારે આક્ષેપબાજી થતાં મામલો ગરમાગરમ બની ગયો હતો. હોબાળામાં આગેવાનોએ ચુંટણી અધિકારી સામે પણ બળાપો ઠાલવ્યો હતો.

પાટણ માર્કેટયાર્ડ ખાતે ગુરૂવારે ચુ઼ટણી માટે ભરાયેલા 41 ફોર્મની ચકાસણી ચુંટણી અધીકારી અને જિલ્લા રજિસ્ટ્રાર એન.એમ.જોષીની અધ્યક્ષતામાં હાથ ધરાઇ હતી. જેમાં 28 ફોર્મ મંજુર થયા હતા અને 12નામંજુર થયા હતા જેમાં ખેડુત  વિભાગના આઠ, વેપારી વિભાગના ચાર  ફોર્મ રદ થયા હતા. ખેડુત વિભાગમાં ભાજપના પ્રગતીશીલ પેનલના તાલુકા ભાજપ પ્રમુખ સ્નેહલ પટેલ, ભાજપ કિસાન મોરચાના પુર્વ પ્રદેશ મહામંત્રી લાલુભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી રીન્કુભાઇ પટેલ, જિલ્લા કારોબારી સભ્ય મંગાજી ઠાકોર, સહીત 8 ફોર્મ રદ થઇ જતાં સ્નેહલ પટેલ અને ભાજપના જ હરીફ જુથના તાલુકા સંઘના ચેરમેન દશરથભાઇ પટેલ વચ્ચે ભારે ગરમાગરમ આક્ષેપબાજી ચાલી હતી.

મંગાજી અને કમલીવાડાના ડાહ્યાભાઇ પટેલ પણ સામસામા આવી જતાં જેને લઇ ભારે હોબાળો મચી જતાં વેપારીઓ અને કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા જેઓને સિકયોરીટીએ બહાર કાઢવા પડયા હતા. જોકે મોડે સુધી દસ્તાવેજોની ચકાસણી ચાલુ હોઇ રદ થયેલાની સુચીમાં ફેરફારને અવકાશ હોવાની સ્પષ્ટતા ચુ઼ટણી અધિકારીએ કરી હતી. 
 
(તસવીરો: સુનિલ પટેલ, પાટણ)
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ભગવાનથી ડરો, ખોટું ન કરો....
અન્ય સમાચારો પણ છે...