તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણના એંદલા નજીક રોજના શિકાર છોડાયેલી ગોળી મહિલાના પગમાં ઘૂસી ગઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ:  સરસ્વતી તાલુકાના એંદલા ગામે મંગળવારે સમી સાંજે 5/45 કલાકના સુમારે એક મહિલા રાજીબેન સહારભાઇ દેસાઇ તેમના ખેતરથી લાકડાનો ભારો માથે લઇ ઘરે જતા હતા ત્યારે અચાનક ધડાકા સાથે કોઇએ છોડેલી ગોળી તેમના જમણા પગના થાપાના ભાગે વાગતાં ભારે દોડધામ સર્જાઇ હતી. તેઓને પાટણ ખાતે જનતા હોસ્પિટલમાં સારવાર શરુ કરવામાં આવી હતી. 

અચાનક ગોળી વાગતાંરાજીબેને બુમાબુમ કરતા તેમના ખેતરમાંથી તેમના પતિ સહારભાઇ અને અન્ય ખેડુતો દોડી આવ્યા હતા. આ ઘટના સમયે એક રોઝ દોડતું પસાર થયું હોઇ અને આ વિસ્તારમાં કેટલાક શખ્સો રોજનો શિકાર કરવા માટે ફરતા હોઇ આવા કોઇએ ગોળી છોડી હશે તેવું અનુમાન કરાઇ રહયું છે.

જનતા હોસ્પિટલના તબીબ ડો. મુનીન્દ્ર રાવલે જણાવ્યું  કે બંદુકની ગોળીના બે ટુકડા થઇ ગયેલા છે જેમાં એક ટુકડો હાડકાની બીજી તરફ ઘૂસી ગયો છે જેને ઓપરેશન કરીને કાઢવો પડશે. થાપાના હાડકાનું ફેકચર પણ થયું છે જોકે દર્દીની તબીયત સારી છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો