તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાપી: દિયર સાથે ભાગી ગયેલી ભાભીએે તરછોડાતાં ગળા ફાંસો ખાઈ લીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
છાપી:વડગામ તાલુકાના માલોસણા ગામે ત્રણ માસ પૂર્વે પતિને છોડી કૌટુંબિક દિયર સાથે ભાગી જનાર મહિલાને દિયરે તરછોડી દેતાં શનિવારે સાંજે પતિના જ ઘરમાં જઇ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સમગ્રપંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વડગામના માલોસણા ગામે એક પરિણીતા ત્રણ માસ પૂર્વે પોતાના પતિનું ઘર છોડી કૌટુંબિક દિયર સાથે આંખ મળી જતાં ભાગી મુંબઇ જતી રહી હતી.જેથી મહિલાના પતિએ આ બાબતે છાપી પોલીસ મથકે પોતાની પત્ની તેમજ કૌટુંબિક ભાઇ ગોવિંદભાઇ ઉમાભાઇ વાલ્મિકી સામે 20 મે ના રોજ ફરિયાદ નોંધાવી હતી.
જો કે, તેણીને દિયરે ત્રણ માસમાં જ તરછોડી દેતાં પ્રેમલીલાનો કરૂણઅંજામ આવ્યો હતો. જેથી મહિલા મુંબઇથી પરત માલોસણા પોતાના પતિના ઘરે આવી હતી. જો કે, પતિએ સ્વીકારવાની ના પાડતાં આખરે જીંદગીથી તંગ આવી પોતાના પતિના ઘરના મેડા ઉપર જઇ સાડી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પાલનપુરના ધાણધાના બાબુભાઇ લખમણભાઇ વાલ્મીકીએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે છાપી પીએસઆઇ એ.ડી. પરમાર તેમજ બીટ જમાદાર બેચરભાઇ વધુ તપાસ હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો