તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીમાં ડેમેજ કંટ્રોલ કરવા ભાજપ-કોંગ્રેસની દોડધામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ: પાટણ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી બાદ સર્જાયેલા અસંતોષને ઠારવા માટે બન્ને પક્ષોએ કવાયતો શરૂ કરી દીધી છે. ડેમેજ કંટ્રોલ કરવા માટેના પ્રયાસો શરૂ થઇ ગયા છે. પરંતુ પ્રથમ તબક્કે બળવો કરીને અપક્ષમાં ઉમેદવારી કરનાર ઉમેદવારો ટસના મસ થવા તૈયાર નથી.


રાધનપુર બેઠક પર ભાજપના અગ્રણી વિષ્ણુ ઝાલાએ અપક્ષમાંથી ઉમેદવારી કરતાં મૌવડી મંડળ વતી રાધનપુરના સ્થાનિક આગેવાનો બાબુભાઇ ચૌધરી, દેવજીભાઇ પટેલ સહિતના અગ્રણીઓને તેમને મનાવવા માટેના પ્રયત્નો કર્યા હતાં. પરંતુ તેઓ માન્યા ન હતા. અને તેમની ઉમેદવારી ચાલુ રહેશે તેવા સંકેતો પણ આપી દીધા હતાં.

 

જ્યારે કોંગ્રેસથી નારાજ થઇને અપક્ષ ઉમેદવારી કરતાં તેમને સમજાવવા માટે કોંગ્રેસના રાધનપુર બેઠકના પ્રભારી મદનલાલ પ્રજાપતિ છેક ગરમાડી તેમની હોટલ પર પહોંચ્યા હતાં. અને પ્રવિણસિંહનો ટેલીફોનથી સંપર્ક કર્યો હતો. પરંતુ પ્રવીણસિંહ તેમને મળ્યાં ન હતાં. અને અપક્ષ તરીકેની તેમની ઉમેદવારી ચાલુ રહેશે તેવા તેમને સ્પષ્ટ નિર્દોશો આપી દીધા હતાં. જ્યારે પાટણ બેઠક પર પણ પ્રદેશ કોંગ્રેસના આગેવાનો બી.કે.હરીપ્રસાદ અને સાગર રાયકા સહિતના આગેવાનો એ ડેમેજ કંટ્રોલ માટેનાં પ્રયાસો કર્યો હતાં. 

અન્ય સમાચારો પણ છે...