તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ જિલ્લામાં કલાર્ક બનવા માટે બીઇ-એમઇ ઉમેદવારોએ ઝંપલાવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ:  પાટણ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતીની દ્વારા જુનિયર કલાર્ક તલાટીકમમંત્રી ગ્રામસેવક ફીમેલ હેલ્થવર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની કુલ 383 જગ્યાઓની ભરતી માટે લેવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોના પ્રોવીઝન મેરીટ લીસ્ટ પ્રસિધ્ધ કરાયા બાદ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની શનવિારે જિલ્લા પંચાયત ખાતે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કલાર્ક બનવા માટે બીઇ,એમઇના ઉચ્ચ અભ્યાસક્રમ કરેલા ઉમેદવારો પણ લાઇનમાં હતા.
   
પાટણ જિલ્લા પંચાયતમાં ફિમેલ  હેલ્થ વર્કરની 120 જગ્યાઓ સામે 151 ઉમેદવારો જુનિયર કલાર્કની 40 જગ્યાઓ માટે 69 , તલાટીની 77 જગ્યાઓ સામે 127  અને ગ્રામસેવક 62 જગ્યાઓ માટે 97  તેમજ મલ્ટીપર્પજ હેલ્થવર્કરની 84 જગ્યાઓ સામે 137 ઉમેદવારોને શનવિારે તેમના શૈક્ષણિક લાયકાતની ચકાસણી માટે બોલાવવામાં આવ્યા હતા. ક્લાસ વન અને 2 કક્ષાના અધિકારીઓની પાંચ  ટીમો દ્વારા પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી હતી. 

ડોક્યુમેન્ટ ચકાસણી બાદ જે ઉમેદવારો ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા પ્રમાણે શૈક્ષણિક લાયકાત ધરાવતા હશે. તેમનું આખરી મેરીટ લીસ્ટ તૈયાર કરીને ઉમેદવારોને ઓર્ડર આપવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો