તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરના ફાયરીંગ કેસના વધુ બે આરોપી ઝડપાયા, રિવોલ્વર જપ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિધ્ધપુર: સિધ્ધપુરના વિપ્ર યુવાન પર બાઇક ચલાવવાની સામાન્ય બાબતને લઇને કેટલાક ઇસમો દ્વારા સમાધાન માટે બોલાવી  ફાયરીંગ કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં સિધ્ધપુર પોલીસે 5 ઇસમો વિરૂધ્ધ ગુન્હો નોંધી બે ઇસ્મોની અટકાયત કરી હતી.

રીમાન્ડ દરમ્યાન બે આરોપીઓએ રીવોલ્વર શોધી આપી

આ અંગેની હકિકત એવી છે કે એક મહિના અગાઉ સિધ્ધપુરના વિપ્ર સમાજના પાર્થ પંચોલી નામના યુવાનને બાઇક ચલાવવાની સામાન્ય બાબતે શહેરના પાંચ શખ્સો સાથે બબાલ થઇ હતી. જેના સમાધાન માટે યુવાનને બોલાવી પાંચ શખ્સો  દ્વારા હુમલો કરાયો હતો. અને  પાર્થ પંચોલી પર ફાયરીંગ કરી પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે અંગે સિધ્ધપુર પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી બે શખ્સો ની અટકાયત કરી હતી. જેમાં ભાગતા ફરતા 3 ઇસમોની ધરપકડના ચક્રોગતીમાન કરતા છેલ્લા 1 મહિનાથી નાસતા ફરતા વધુ બે ગુનેગારો ઝાખીરમીયાં ઝુલ્ફીકારમીયા સૈયદ અને ઝંઝીરમીયા ઝૂલ્ફીકાર મીયા સૈયદને પકડી લેવાયા હતા.  જ્યારે મયુદીન અકબરમીયા સૈયદ નો દિકરો  હજુ પકડાયો નથી. તેની તપાસ ચાલી રહી છે.

ફાયરિંગમાં વપરાયેલ રીવોલ્વર જપ્ત કરી

સિદ્ધપુર ફાયરિંગ કેસમાં પહેલાં બે  આરોપીઓ પકડાયા હતા અને અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં જાબીરમીયાં સૈયદ અને જમીરમીયા સૈયદને ઝડપી લઇ રીમાન્ડ દરમ્યાન બંને આરોપીઓએ ગુનામાં વાપરેલ લાયસન્સ વગરની રીવોલ્વર અરવડેશ્વર મહાદેવ ના મંદિર નજીક સરસ્વતી નદીમાં દાટી હોવાનું કબૂલતાં પોલીસે સ્થળ પર તપાસ કરી રીવોલ્વર કબ્જે લીધી હતી
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો