યુનિ.સ્ટાફ ભરતી જાહેરાત ફોર્મ ફીની રકમને લઇ NSUI દ્વારા આવેદન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: યુનિવર્સિટીમાં ખાલી પડેલી એકાઉન્ટન્ટ,પીએટુ રજીસ્ટાર, સબ એકાઉન્ટન્ટ, જુનીયર કલાર્ક અને ટાઇપીસ્ટની ભરતી અર્થે યુનિએ જાહેરાત પ્રસિધ્ધ કરાવી જાહેરાત ફોર્મની ફિ.1000 નક્કી કરવામાં આવતા શુક્રવારના રોજ એનએસયુઆઇ દ્વારા ફોર્મ ફિ ધટાડવાની માંગ કરી હતી.

 યુનિવર્સિટી દ્વારા ખાલી પડેલી ઉપરોકત જગ્યાઓ ઉપર ભરતી અર્થે અપાયેલી જાહેર ખબરમાં ફોર્મ ફીની રકમ રૂ.1000 નક્કી કરી હોવાનું એનએસયુઆઇના ધ્યાને આવતા તેઓએ યુનિ.ના કાર્યકારી કુલસચિવ ર્ડા.ડી.એમ.પટેલને આવેદનપત્ર આપી રૂબરૂ રજુઆત કરી હતી.
 
ગરીબ અને મધ્યમ વર્ગના બેરોજગાર યુવાન યુવતીઓને ધ્યાનમાં રાખી ફોર્મ ફિની રકમ નક્કી કરવી જોઇએ રૂ.1000 ની ફોર્મ ફિ ગેરવ્યાજબી અને કાયદાની વિરૂધ્ધ હોવાનુ જણાવી ફોર્મ ફિ ધટાડવા જણાવ્યુ હતું. જો આ બાબતે યુનિ.ના સતાધિશો દ્વારા યોગ્ય નહિ કરાઇ તો એનએસયુઆઇ ધ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પર ઉતરવાની ચીમકી આપી હતી.

 યુની.ના કાર્યકારી કુલસચિવ ર્ડા.ડી.એમ.પટેલે  એનએસયુઆઇ ના કાર્યકરોને તેમની રજુઆત કુલપતિ સમક્ષ પહોંચાડી યોગ્ય કરાશે તેવી ખાત્રી આપી હતી. આ આવેદનપત્રના કાર્યક્રમમાં એનએસયુઆઇના દિપક દેસાઇ, નિતેશ દેસાઇ, દાદુસિંહ ઠાકોર સહિતના કાર્યકરો જોડાયા હતા.(તસવીર-સુનીલ પટેલ)
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.
 
અન્ય સમાચારો પણ છે...