તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઇ દર્દી ભૂખ્યો નથી સૂઈ ગયો તે જોઇ આનંદ થાય છે : અનારજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુર:સિદ્ધપુરના 67 વર્ષનાં સેવાધારી અનારજી સિદ્ધપરુ જનરલ હોસ્પિટલના દર્દિઓ અને તેમના સગાઓને 39 વર્ષથી નિરંતર સવાર સાંજ નિ:શુલ્ક ભોજન પહોંચાડીને જનસેવા કરી રહ્યા છે. જાતે રોટલી બનાવે તો ઘઉં સાફ કરતાં કરતાં અનારજીએ કહ્યુ કે, કરફયુમાં અને ભૂકંપમાં દર્દૃીઓને ભોજન કરાવ્યુ છે. કોઇ દર્દી ભૂખ્યો નથી સુઇ જતો તનુ ધ્યાન રાખુ છું. દર્દીઓનાં આશીર્વાદથીજ આ કામ થઇ રહ્યુ છે.
રામજન ટ્રસ્ટ રામજી મંદિર દ્વારા ઘણા વર્ષોથી સિદ્ધપુર જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ તેમજ તેમની સાથે આવેલા સગાને નિ:શૂલ્ક ભોજન આપે છે. જેમાં 1 જુલાઇ 1977થી સિધ્ધપુરના ક્રિકેટપ્રેમી અનારજી સામાજી ઠાકોર દરરોજ કોઇપણ સ્થિતિમાં જેમકે શહેરમાં કરફ્યૂ હોય કે મૂશળધાર વરસાદ પડ્યો હોય કે ભૂકંપ આવ્યો હોય તેઓ આજ સુધી તમામ દર્દીઓને બે ટાઇમ ગરમાગર ભોજન પિરસીને સેવા કરી રહ્યાં છે. જેઓ દર મહિનામાં 2 હજાર દર્દીઓને ભોજન પિરસે છે. જેમાં સવારે દાળ-ભાત, શાક, રોટલી અને સાંજે ખીચડી, દૂધ, રોટલી,શાક દર્દીઓને ગરમાગરમ ખવડાવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો