પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે નિતા અંબાણી, જોવા મળ્યો સાદગી ભર્યો અંદાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: દેશના ધનાઢ્ય અંબાણી પરીવારના પુત્રવધૂ નીતા અંબાણી તેમના પુત્ર અનંત સાથે પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત અબિયાણા ગામની સંવેદનાસભર મુલાકાત લીધી હતી. જ્યાં ગામની મહિલાઓ સાથે નીતા અંબાણીએ નીચે જમીન પર બેસીને હૃદય સ્પર્શી વાર્તાલાપ કર્યો તો સાથેસાથ બહેનો પાસે ભજન ગવડાવી હસ્તા ચહેરે સાંભળી તાલીઓ વગાડીને તાલથી તાલ મીલાવ્યો હતો. તો દિકરા અનંત સાથે પ્રવાસમાં સ્થળે સ્થળે જ્યશ્રી કૃષ્ણ કહી હાથ જોડ્યા હતા. તો સાથેસાથ નીતા અંબાણીએ ચારથી પાંચ વખત દુપટ્ટો માથે ઓઢીને ગુજરાતી સભ્યતાની પ્રતીતિ કરાવી હતી.
 
(તસવીરો: સુનિલ પટેલ, પાટણ)
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...