તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ–ઊંઝા માર્ગ પર રિક્ષા-એક્ટીવા વચ્ચે અકસ્માત,એક્ટીવાચાલકને ઈજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ: પાટણમાં સોમવારના રોજ પાટણ-ઉંઝા માર્ગ પર ડુંગરી પરાના પાટિયા નજીક ઓટો રિક્ષા અને એક્ટીવા સામસામે ટકરાતાં રીક્ષાનો આગળનો ભાગ ભડકો બોલી ગયો હતો. જ્યારે એક્ટીવા ચાલકને ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો.
 
ધારપુર તરફથી આવી રહેલી રિક્ષા નં જીજે 24 ટી 2324ના ચાલક રીક્ષાને પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સામેથી આવી રહેલા એક્ટીવા જીજે 24 અને 7365 સાથે ધડાકા ભેર અથડાવતા રીક્ષાના આગળનો ભાગનો ભુક્કો બોલી ગયો હતો. જ્યારે એક્ટીવા ના ચાલક બળદેવજીભાઇ ઠાકોરને ગંભીર ઇજાઓ થવાં પામી હતી.

 

બનાવની જાણ 108 એમ્બ્યુલન્સ ને કરાતા પાયલોટ જયરાજસિંહ અને ઇએમટી ધારા રાઠોડ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત બળદેવજીભાઇ ઠાકોરને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. અકસ્માત દરમ્યાન પાટણ ઉઝાં માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ હોવાનું જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...