તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધીના 19મા દિવસે પણ પાટણમાં પૈસા માટે લોકોની ATM આગળ કતારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: પાટણ શહેરમાં રવિવારે પણ મોટા ભાગના એટીએમ મશીનોના શટરો બંધ હતા માત્ર ચર્તુભુજ પાસે આવેલ સ્ટેટ બેંક પાસેના તમેજ બસસ્ટેન્ડમાં આવેલા સ્ટેટ બેંકના એટીએમમાંથી લોકોને પૈસા મળતા હતા. રજાના દિવસે એટીએમઓ બંધ રહેતા લોકોને પૈસા માટે રઝળપાટ કરવો પડ્યો હતો.
નોટ બંધીના 19 દિવસે પણ પાટણ શહેરમાં લોકોને તેમના પૈસા લેવા માટે એક થી બીજા એટીએમ મશીનો પર રઝળપાટ કરવો પડ્યો હતો રવિવારે બપોરે 3:30 કલાકના અરસામાં દિવ્ય ભાસ્કર દ્વારા એટીએમ મશીનો પર જઇને સ્થળ તપાસ કરતા મોટા ભાગના રેલ્વે સ્ટેશન એસબીઆઇ,કોર્ટની સામે બેંક ઓફ બરોડા,બંસી હોટલ બાજુમાં કેનરા બેંક અને ઇન્ડિય ઓવરસીઝ બેંક, યુનિવર્સિટીમાં એચડીએફસી અને સ્ટેટ બેંક, કોલેજમાં સ્ટેટ બેંક, રળીયાત ચેબ્મર સામે યુકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, અલ્હાબાદ બેંક, બગેશ્વર મહાદેવ પાસે મહેસાણા અર્બન બેંક, સામે આઇડીબીઆઇ, એચડીએફસી, શ્રી દેવ કોમ્પલેક્ષમાં એક્સિસ બેંક, સ્ટેટ બેંક, પંજાબ બેંક, તેમજ સિદ્વપુર ચોકડી સરદાર કોમ્પલેક્ષમાં સ્ટેટ બેંક અને એક્સિસ બેંક તેમજ હિંગળાચાચર પાસે બરોડા બેંકના એટીએમમાં પૈસા નિકળતા ન હતા.માત્ર ચર્તુભુજ પાસે આવેલ સ્ટેટ બેંક પાસેના તમેજ બસસ્ટેન્ડમાં આવેલા સ્ટેટ બેંકના એટીએમમાંથી લોકોને પૈસા મળતા હતા.

વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...