તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશપાલ પોસ્ટરકાંડ: મહિલા પ્રોફેસર કહ્યું, યુનિ.માં મને ડીપાર્ટમેન્ટ હેડે બોલાવી'તી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી)
પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ર્ડા.આદેશપાલના પોસ્ટર વિવાદની તપાસમાં હજુ કંઇ બહાર આવ્યુ નથી. ત્યાં રાત્રે તપાસ અર્થે મહિલા અધ્યાપક સહિતને બોલાવવાનો મામલો ગરમાયો છે. ત્યારે જે મહિલાને બોલાવાઇ હતી. તેણે જ તેણીને કુલપતિ કે ઉપકુલપતિએ નહી પણ તેના એચઓડીએ જ બોલાવી હતી. તેવી સ્પષ્ટતા કરતાં આ સમગ્ર વિવાદમાં નવો વળાંક આવ્યો છે. કેસ કમિટીના ચેરપર્સનની તપાસ દરમ્યાન મહિલા કર્મચારીએ તેણીને અંગ્રેજી વિભાગના કા.અધ્યક્ષે રાત્રે 9-45 વાગ્યે ફોન કરીને તેમને બોલાવ્યા હોવાનું જણાવ્યું છે.
યુનિવર્સિટીમાં પોસ્ટર વિવાદ બાદ ઉચ્ચ પદાધિકારીઓ કુલપતિ, ઉપકુલપતિ, કા.રજીસ્ટ્રાર ઉપર તપાસ કમિટીમાં મહિલા કર્મચારીને રાત્રે 10 કલાકે બોલાવ્યા હોવાના આક્ષેપો થયા હતા અને તેને લઇ પાટીદારો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેને લઇને યુનિ.ની કેસ કમિટીના ચેરપર્સન ર્ડા.સંગીતાબેન શર્માને આ અંગેની તપાસ સોપી હતી અને આ આરોપો અન્વયે ચેરપર્સન અને અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં તપાસ દરમ્યાન મહિલા કર્મચારીએ તેમને કા.અધ્યક્ષ ર્ડા.તપસભાઇ ચક્રવતીએ રાત્રે 9-45 કલાકે ફોન કરીને બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું.
કુલપતિ ર્ડા.આર.એલ.ગોદારા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, ચેરપર્સન મારફતે તપાસ કરાવી હતી. જેમાં અધ્યાપિકા હેતલબેન પટેલે લેખિત આપ્યુ છે કે, કુલપતિ, ઉપકુલતિ, કા.રજીસ્ટ્રારે તેમને રાત્રે બોલાવ્યા નહોતા. તેમના વિભાગના તપસ ચક્રવર્તીએ ફોન કરીને બોલાવ્યા હતા. યુનિવર્સિટીની મર્યાદા હોય છે. તેઓ સામે આ બાબતે યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને હાનિ થાય તેવા થયેલા આરોપોમાં કંઇ સત્ય નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો