પાટણ / કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીની જાહેરસભા બાદ મહિલાને રૂ. 100 આપતા હોવાનો વીડિયો પણ વાયરલ

divyabhaskar.com | Updated - Apr 17, 2019, 09:18 PM
પાટણઃ લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષોના સ્ટાર પ્રચારકો મેદાનમાં આવી ગયા છે. ચૂંટણી સમયે બધા પક્ષો એક બીજા ઉપર આક્ષેપબાજી કરી રહ્યા છે. મતદારોને લલચાવવા માટે અને વિવિધ લાલચો પણ આપતા હોવાના કિસ્સાઓ ચૂંટણી સમયે પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે પાટણ ખાતે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીની જાહેરસભા હતી. જેમાં સ્મૃતિ ઇરાનીની સભા બાદ મહિલાઓને સભામાં આવવા બદલ નાણાં આપ્યા હોવાનો દાવો કરીને એક વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે એક મહિલા તેની સાથે રહેલી અન્ય મહિલાને રૂ. 100 આપી રહી છે, જે બાદ આ વીડિયો પણ વાઈરલ થયો છે. જોકે, પાટણ લોકસભા બેઠક ઉપર બીજી વાર નાણાં આપતો વીડિયો વાઈરલ થયો છે. પણ આ વિડિયોની અમે પુષ્ટી કરતા નથી.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App