Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડીઝીટલ યુગમાં સુરક્ષિત રહેવા યુવાઓને ડિસિપ્લિન રાખવી જરૂરી છે : ડૉ.રાજુલબેન
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના રંગભવનમાં યોજાયેલ સેમિનારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના યુનિવર્સિટીની ૧૯ જેટલી છાત્રાઓને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ મહાનુભાવોના હસ્તે WOW (Wonderful Outstanding Women) એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા મુખ્ત વક્તા રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ.રાજુલબેન દેસાઈએ છાત્રોને સંબોધન કરતા જણાવ્યું હતું કે માત્ર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે ડોમેસ્ટીક વાયોલન્સ જેવા ગુના જ મહિલાઓ સાથે થતી ગુનાખોરી નથી. આજે આપણે સાયબર સિટીઝન બન્યા છીએ ત્યારે સાયબર ક્રાઈમ શું છે, સાયબર ક્રાઈમનો ભોગ બનનારે શું કરવું, ક્યાંથી અને કોની મદદ લેવી તેની જાણકારી હોવી જરૂરી છે.સાયબર ક્રાઈમથી સાવચેત રહેવા ડિજીટલ ડિસીપ્લીન સાથે બિહેવીયરલ ડિસીપ્લીન પણ એટલી જ જરૂરી છે.વેલનેસ જાળવી રાખવા અપીલ સાથે .આઈ.ટી.એક્ટ હેઠળ સાયબર ક્રાઈમના વિવિધ પાસાઓ, તે માટે સજાની જોગવાઈઓ અંગે માહિતગાર કર્યા હતા.પાટણ જિલ્લા ન્યાયાલયના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજએ.કે.ગુપ્તાએ જણાવ્યું કે, મહિલાઓના સરળ સ્વભાવ અને વર્તનના કારણે તે આસાનીથી ગુનાખોરીનો ભોગ બને છે.
આ સેમિનારમાં જજ વિશાલ ગઢવી, કુલપતિ ડૉ.જે.જે.વૉરા, નિવૃત્ત આઈ.પી.એસ. ડૉ.મીરા રામનિવાસ, મહિલા વૈજ્ઞાનિક અંજલીબેન પટેલ,સહીત શહેરની મહિલા હોદેદારો અને છાત્રો હાજર રહ્યા હતા
યુનિ.માં વિશ્વ મહિલા દિવસની ઊજવણીમાં સેમિનાર યોજાયો